કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ખેલમહાકુંભ માં તાલુકા કક્ષાની અં-૧૧, અં -૧૪, અં-૧૭, અને ઓપન એજ ભાઈઓ અને બહેનોની ચેસ સ્પર્ધા જે.એસ.મહેતા ખાતે યોજાઇ હતી.જેમાં ઓધવ વિદ્યામંદિર ધનસુરાના અં -૧૪ ના બે બાળકો જીલ રાકેશકુમાર પ્રજાપતિ પ્રથમ અને દર્શિલ રાકેશભાઈ પ્રજાપતિ દ્વિતિય ક્રમે આવી શાળાનું નામ રોશન કર્યું હતું જે બદલ શાળાના ચેરમેન શ્રી પ્રહલાદભાઇ સુરાણી,શાળાના મંત્રીશ્રી નરેન્દ્રભાઇ પટેલ તેમજ મંડળના ટ્રસ્ટીશ્રીઓ તેમજ શાળાનાં સંચાલક મંડળે વિજેતા બાળકોને તેમજ બાળકોને તૈયાર કરનાર વ્યાયામ શિક્ષક રાકેશભાઈ પ્રજાપતિ અને માર્ગદર્શક એવા શાળાનાં આચાર્યશ્રી જીજ્ઞેશભાઈ પટેલને અભિનંદન આપ્યા હતા.