Latest

ડુધરવાડા ગામમાં કડવા પાટીદાર સમાજ નો સ્નેહમિલન સમારોહ તથા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો…

અરવલ્લી

ડુધરવાડા ગામમાં સ્નેહમિલન સમારોહ તથા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો…


  • આ સમારોહમાં ગામમાં થી પાટીદાર સમાજના વડીલો યુવાનો બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા… સ્નેહમિલન સમારોહ માં નવનિયુક્ત શ્રી મોડાસીયા વીસ ગામ કડવા પાટીદાર સમાજ ના પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન કરતા સમાજ ના પ્રસંગો માં થતા બિનજરૂરી ખર્ચ તથા કુરિવાજો બંધ કરવા  સંકલ્પ કરવો તથા સમૂહ લગ્ન માં જોડાવા અપીલ કરી હતી જે સમાજ હિત ની વાત સૌએ વધાવી લીધી હતી… પાટીદાર સમાજ ની સર્વોચ્ચ સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા ધાર્મિક સામાજિક યોજનાઓ તથા વિકાસ ની ફલશ્રુતિ રજૂ કરી હતી… ગામ ના વડીલ અને નિવૃત્ત શિક્ષક શ્રી અંબાલાલ પટેલ દ્વારા મા-દિકરી બેટી બચાવો બેટી પઢાઓ તથા સ્ત્રીભુણ હત્યા વિશે સામાજિક પ્રવચન કર્યું હતું…


સવારનું ભોજન સ્વ. કોદરભાઇ કાળાભાઈ પટેલ હ.તરલીકાબેન કેશવભાઈ પટેલ તથા સાંજનું ભોજન સ્વ.રસિકભાઇ કોદરભાઇ પટેલ હ.કુસુમબેન રસિકભાઈ પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું…
ઇનામ વિતરણ ધો.૧૦ થી ઉપર ની તમામ ફેકલ્ટી ને ધ્યાન શૈલેષભાઇ કાન્તિભાઈ પટેલ તથા MBBS માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને હરેશભાઈ અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું… પ્રોગ્રામ નું એન્કરીંગ રજનીભાઇ પટેલ અને આભાર વિધિ ચેતનભાઈ પટેલે કરી હતી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *