કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના ટીંટીસર સજાપુર ગામે આવેલા મહાદેવજીના મંદિરમાં છેલ્લા ઘણા સમયથી સેવા આપતા મહંતનું નિધન થતા ટીંટીસર સજાપુર ગામ શોકમગ્ન થઈ ગયું હતું ટીંટીસર સજાપુર ગામના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં આ મહંત નિજાનંદ છેલ્લા ચાલીસેક વર્ષથી સેવા અને પૂજા, અર્ચના કરતા હતા. ગામના આદરણીય એવા મહંત નિજાનંદ નું નિધન થતાં ગામ આખું શોકમાં ગરકાવ થઇ ગયું હતું નગરજનોએ અને ભાવિક ભક્તોએ દેવશરણ થયેલા મહંત નિજાનંદને અશ્રુંભીની આંખે વિદાઈ આપી હતી. દેવ શરણ થયેલા મહંત નિજાનંદની અંતિમયાત્રા કોવિડ લાઈન મુજબ યોજવામાં આવી હતી