કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી ના દિવ્યાંગ ખેલાડી નેશનલ પેરા રમતો માં ભાગ લેવા જશે દિવ્યાંગ સંસ્થાના ખેલાડી સોલંકી જગદીશ કુમાર વિક્રમસિંહ પેરા એથલેન્ટ માં જેવેલીન થ્રો તથા લોંગજમ્પ માં નેશનલ લેવલ કલાસીફિકેશન ટી-૪૪ માં સિલેક્ટ થતાં તેઓ ઓડિસા ભુવનેશ્વર ખાતે તારીખ ૨૭-૦૩-૨૦૨૨ થી તારીખ ૩૧-૦૩-૨૦૨૨ સુધી નેશનલ પેરા માં ભાગ લેશે જે બદલ જિલ્લા રમત માન્ય મંડળ અરવલ્લી ફિઝીકલી હેન્ડીકેપ્ડ વેલફેર મંડળ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. પ્રમુખ પ્રકાશકુમાર જોષી ઉપપ્રમુખ કરશનદાસ પટેલ, સેક્રેટરી વિનોદચંદ્ર પટેલ, સ્પોર્ટ સેક્રેટરી વિજય રાણા, વાઈસ સેક્રેટરી-જીજ્ઞેશ ભટ્ટ , પુષ્પાબેન પટેલ, ગણેશભાઈ પ્રજાપતિ, શકીલ દાદુ, શંકરભાઈ શર્મા, જશુભાઇ પ્રજાપતિ, જમનાબેન ખરાડી સહિત દિવ્યાંગ ભાઈ બહેનોએ અભિનંદન પાઠવ્યા હતા.