બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકાઓ આવેલા છે. આ 14 તાલુકાઓમાં દાંતીવાડા ખાતે જવાહર નવોદય વિદ્યાલય આવેલી છે. કોરોના કાળ મા દાંતીવાડા નવોદય વિદ્યાલય ખાતે વાલી મંડળની મીટીંગ નુ આયોજન કરવામાં આવ્યું ન હતું. દાંતીવાડા ખાતે તાજેતમાં વાલી મંડળની મીટીંગ નુ આયોજન કરવામાં આવ્યું હતું.
અધ્યક્ષ સ્થાને એસ બી પાટીલ ના અધ્યક્ષ સ્થાને મીટીંગ નું આયોજન થયુ હતું. વાલીઓ દ્વારા શિક્ષકોનું અને આચાર્યનું સાલ ઓઢાડીને અને પુષ્પ ગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. 2022-23 માટેની પીટીસી કમિટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહેન્દ્ર સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સુચારું સંચાલન શાળાના શિક્ષક ગુમાનસિંહ દ્રારા કરવામાં આવ્યું હતું. વાલી મંડળ દ્વારા મંચ ઉપર ઉપસ્થિત થઈને તેમના વક્તવ્ય અને મંતવ્ય રજૂ કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય દ્વારા મંતવ્યો સ્વીકાર કરાયા હતા.