Latest

શક્તિપીઠ અંબાજી માં માલધારી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

 

શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું હોઈ આ ધામને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે. શક્તિપીઠ અંબાજીની વાત કરવામાં આવે તો અંબાજીમાં મોટી સંખ્યામાં વિવિધ સમાજના લોકો વસવાટ કરે છે.

અંબાજીમાં ગુજરાતી કરતા રાજસ્થાનના લોકો મોટી સંખ્યામાં વસવાટ કરે છે ત્યારે અંબાજીમાં આ સિવાય આદિવાસી સમાજ અને માલધારી સમાજ પણ મોટી સંખ્યામાં વસવાટ કરે છે. 26 નવેમ્બર આંતરરાષ્ટ્રીય માલધારી દિવસ હોઈ અંબાજીમાં આજે બાઈક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં માલધારી સમાજ જોડાયો હતો.

દાંતા તાલુકા માલધારી સમાજ દ્વારા આંતરરાષ્ટ્રીય માલધારી દિવસ નિમિત્તે અંબાજી ખાતે ગબ્બર માર્ગ પર આવેલા મંદિર થી વિશાળ બાઇક રેલી યોજાઇ હતી આ રેલી અંબાજીના વિવિધ વિસ્તારમાંથી પસાર થઈ રબારી સમાજ ખાતે પૂર્ણાહુતી થઈ હતી.

મોટી સંખ્યામાં રબારી સમાજના ભાઈઓ જોડાયા હતા અને બિન રાજકીય રેલી હોઈ માલધારી સમાજના ભાઈઓ મોટી સંખ્યામાં જોડાઈ પોતાના સમાજની તાકાત બતાવી હતી. બાઈક રેલી પૂર્ણ થયા બાદ ભોજન કાર્યક્રમ યોજાયો હતો.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 631

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *