કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લામાં ભિલોડા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ નો ગઢ નો અભેદ કિલ્લો ધ્વસ કરી ભાજપ ના ઉમેદવાર પી સી બરંડા ની ભવ્ય જીત થતાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહે ભિલોડા ચૂંટણી પ્રચાર સભા સંબોધન કરતા જનમેદની ની વચ્ચે કહ્યું હતું કે પી સી બરંડા ને જીતાડી ને મોકલો મોટા અમે કરીશું ત્યારે પી સી બરંડા ને મંત્રી મંડળ માં સમાવેશ કરી ને મોટા કરવા નો ઈશારો ભિલોડા અને મેઘરજ વિધાનસભા સીટ માં આવતી જનતા ને કર્યો હતો
તે મુજબ જ ભિલોડા અને મેઘરજ તાલુકાની જનતાએ કોંગ્રેસના ગઢ ના મૂળિયા ઉખેડી નાંખતા હવે ભાજપ નું કમળ ગુજરાત ના પનોતા પુત્ર અને ભારત દેશ ના યશસ્વી વડાપ્રધાને નરેન્દ્રભાઇ મોદીના તેમજ ગુજરાત ના પનોતા પુત્ર અને રાજકારણ ના ચાણકય તેમજ ભારત દેશ ના ગુંહમંત્રી અમિતભાઇ શાહ ના ચરણો માં ભિલોડા અને મેઘરજ ની જનતાએ અર્પણ કર્યું તેવુજ હવે અમિતભાઇ શાહ નો ચૂંટણી પ્રચાર દરમિયાન કરેલો ઈશારા મુજબ પી સી બરંડા નું ગુજરાત ની નવી ભુપેન્દ્રભાઈ પટેલ ની ભાજપ ની સરકાર માં મંત્રી તરીકે સમાવેશ થાય તો નવાઈ નહિ હોય
આમ પણ અરવલ્લી જિલ્લામાં છેલ્લા 27 વર્ષથી ભાજપ ની સરકાર હતી પણ અરવલ્લી જિલ્લાની ત્રણ વિધાનસભા સીટમાં ભિલોડા-મોડાસા અને બાયડ સીટ પર કોંગ્રેસના ઉમેદવાર ચૂંટાઈ આવતા હતા જેથી જિલ્લામાં અત્યાર સુધીમાં મંત્રી મંડળ માં કોઈજ નહતું જેથી આ ચૂંટણીમાં મોડાસા અને ભિલોડા સીટ ભાજપ પાસે હોવાથી અરવલ્લી જિલ્લામાં મંત્રી મંડળ માં સમાવેશ કરવામાં આવે તેવી પ્રબળ લોક માંગણી પણ ઉભી થઇ છે
લોકસભાની ચૂંટણીમાં2024 માં યોજાનાર છે ત્યારે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં આદિવાસીઓના મત ભાજપ તરફી આકર્ષવા માટે અરવલ્લી જિલ્લા ના આદિવાસી સીટ પરથી પૂર્વ આઈ પી એસ પી સી બરંડા નો ગ્રાફ લાયકાત અને મતદાનની લીડ મુજબ અને જિલ્લામાં 27 વર્ષથી મંત્રી મંડળ માં કોઈજ નહીં હોવાનો લાભ મળી શકે તો નવાઈ નહિ હોય