Latest

ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત જામનગર શહેર દિવાળી પર્વની જેમ રોશનીથી ઝળહળી ઉઠયું

જામનગર: ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી જામનગર ખાતે યોજવાનું રાજય સરકાર દ્વારા નક્કી કરાયું છે.જે ઉજવણી ગૌરવવંતી અને ચિર સ્મરણીય બને તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેક વિધ કાર્યક્રમોના આયોજનો ઘડી કઢાયા છે.

ઉજવણી અંતર્ગત શહેરની સરકારી ઇમારતો, કચેરીઓ તથા જાહેર માર્ગોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવતા સમગ્ર જામનગર શહેર દીપાવલી પર્વની જેમ ઝળહળી ઉઠયું છે.

જિલ્લા કલેક્ટર કચેરી સહિત શહેરના તમામ સેવા સદન, સર્કિટ હાઉસ, જામનગર મહાનગરપાલિકા, ડિસ્ટ્રીક્ટ કોર્ટ, માર્ગ અને મકાન વિભાગ, પી.જી.વી.સી.એલ.કચેરી સહિત વિવિધ સરકારી કચેરીઓ જાણે સોળ શણગાર સજી ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીનો ઉત્સાહ વ્યક્ત કરી રહી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 631

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *