રેડક્રોસ ભાવનગર દ્વારા આગામી એક વર્ષ માં 50,000 લોકો ની વિનામૂલ્યે બી.પી ના રોગો ની તપાસ કરવા માં આવશે
ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા આરોગ્ય સેવાઓ માટે વિવિધ આયોજનો કરવા માં આવે છે લોકો બીમાર જ ન પડે તે માટે અને બીમાર લોકો ને રાહત દરે અને વિનામૂલ્યે સારવાર મળી શકે તેવા અલગ અલગ આયોજન કરવા માં આવે છે.
અને વિવિધ રોગો ના કેમ્પ નું આયોજન પણ કરવા માં આવે છે ત્યારે આજે વિશ્વ હાઇપર ટેન્શન ડે બી.પી રોગ તપાસ કેમ્પ માં 15 ડોકટર નિટીમ દ્વારા 300 થી વધુ લોકો ની તપાસ કરવા માં આવી હતી
રેડક્રોસ ના તમામ દવાખાનાઓ બે હોસ્પિટલ, મોબાઈલ ક્લિનિક અને મેડિકલ કેમ્પ માં દરેક જગ્યા એ આજે બી.પી તપાસ કેમ્પ નું આયોજન કરવા માં આવેલ રેડક્રોસ ના 15 જેટલા ડોકટર ની ટિમ માં 2 MD ફિઝિશિયન સહિત અને 20 જેટલા પેરામેડિકલ ટિમ ના સ્વંયસેવકો દ્વારા યોજાયેલ 10 જેટલા કેમ્પ માં કુલ 300 થી વધારે લોકો ની બી.પી ની તપાસ કરી જરૂરી માર્ગદર્શન આપવા મા આવ્યું હતું.
રેડક્રોસ દ્વારા આવનારા એક વર્ષ માં 50,000 લોકો ની હાઇપર ટેન્શન બી.પી ની તપાસ વિનામૂલ્યે કરી ને ખાસ યુવાનો માં વધતી આ સમસ્યા ને દૂર કરવા કાર્ય કરવા માં આવશે
જે માટે કોઈપણ કાર્યક્રમ ઉપરાંત દરેક સંસ્થાઓ, સમાજ, સોસાયટી, ફ્લેટ કે સંગઠનો દ્વારા વિનામૂલ્યે કેમ્પ નું આયોજન કરવા માટે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, દીવાનપરા રોડ, ભાવનગર ખાતે લેટરપેડ પર પોતાની અરજી આપવા ની રહેશે.