Latest

વડિલોના ઘર કસક ખાતે અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરાઈ

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ,ભરૂચ ના આદરણીય સભ્ય શ્રીમતી ઉમાબેન શર્મા ના જન્મદિવસની ઉજવણી વડિલો ના ઘર કસક ખાતે કરવામાં આવી.

આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ, પ્રમુખ ભાવનાબેન સાવલીયા, ઉપપ્રમુખ સવિતાબેન રાણા, સભ્ય બહેનો અને પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે બહેનોએ અને વડિલોએ ભેગા મળીને હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો અને ઉમાબેન શર્મા ના સુખી અને સ્વસ્થ જીવનની કામના કરી હતી. સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ દ્વારા વડિલો અને ઉપસ્થિત લોકોને આનંદ પ્રમોદ કરાવવા અલગ અલગ રીતે હાસ્યાસન કરાવ્યું હતું , જેનાથી તેઓ ખૂબ જ ખુશ થયા હતા ત્યારબાદ સંસ્કૃતિ ટ્રસ્ટ ના સભ્યોએ વડિલોને નાસ્તા ના પેકેટ આપી તેઓના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

ભાવેશ મુલાણી, ભરૂચ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

1 of 543

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *