લખતર ગામના કેન્ટીનપરા મફતિયાપરા ભૈરવપરા શ્રેયાશ સોસાયટી કૃષ્ણનગર ની હાલત કફોડી
લખતર ગામમાં પ્રાથમિક સુવિધા આપવામાં ઉણું ઉતર્યું છે નગરના કૃષ્ણનગર મફતિયાપરા ભૈરવપરા શ્રેયાશ સોસાયટી કેન્ટીનપરામાં સહિત લખતરના ભરવાડવાસ કોલીવાસ વણકરવાસ ઇન્દિરા આવાસ લક્ષ્મીપરા શેરી મસ્જિદચોક બાળબોધ હવેલીચોક પાતાળિયા હનુમાનજી મંદિર ખોડિયારમાતાની દેરી કુંભારશેરી પાંજરાપોળ સહિતના વિસ્તારમાં હાલ અધિક શ્રાવણ પરસોતમમાસ ચાલતો હોવા છતાં રોડ રસ્તા લાઈટની સુવિધા નહિ લખતર ગામના ધાર્મિક મંદિર પાસે કચરો કાદવકીચડ હોવાથી શ્રધ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાતી રહી છે
લખતર ગામના તમામ વિસ્તારના લોકો દ્વારા અવારનવાર અનેક રજુઆત કરવા છતાં કોઈપણ પ્રકારની કામગીરી થતી નથી આથી લખતર ગામ આવતી તા.1.8.2023 નારોજ બંધ રાખવા સાથે મૌન રેલીનું આયોજન કરવા અંગેનું બોર્ડ લખતર ગાંઘીચોકમાં મુકવામાં આવતા લખતર તાલુકામાં ચકચાર મચી જવા પામી છે
રિપોર્ટર વિજય જોષી લખતર