શક્તિપીઠ અંબાજી મંદિર કરોડો લોકોનું આસ્થા નું કેન્દ્ર છે. ત્યારે માં જગતજનની અંબા ના મંદિરમાં દરરોજ હજારોની સંખ્યામાં માઇભક્તો માં ના ચરણે આવી શીશ નમાવી આશીર્વાદ મેળવતા હોય છે.
તો સાથે સાથે ધર્મની નગરી અંબાજીમાં અનેકો ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ યોજતા હોય છે જેમાં માઇભક્તો અને ગ્રામજનો ધૂમધામથી સહભાગીદાર થઈ કાર્યક્રમને સફળ બનાવતા હોય છે. ત્યારે આજે યાત્રાધામ અંબાજી ખાતે શ્રીમદ ભાગવત જ્ઞાન સરિતા નું શુભારંભ કરવામાં આવ્યું હતું.
શક્તિપીઠ અંબાજી ખાતે આજે શ્રીમદ ભાગવત કથા નો આયોજન કરવામાં આવ્યું છે. શ્રીમદ ભાગવત કથા તારીખ 2/9/2023 શનિવાર ના રોજ થી શરૂ થઈ સાત દિવસ સુધી ચાલશે. તો તારીખ 8/9/2023 શુક્રવાર ના રોજ કથા નુ વિરામ થશે. શ્રીમદ ભાગવત કથાના શુભારંભ પહેલા યાત્રાધામ અંબાજી શોભાયાત્રા નીકાળવામાં આવી હતી.
શોભાયાત્રા મા ગુજરાત ના પ્રખ્યાત ગાયક કલાકારો જોડાયા હતા.શોભાયાત્રા અંબાજી મંદિર શક્તિ દ્વાર થી શરૂ થઈને જૂની કોલેજના ગ્રાઉન્ડ મા કથા સ્થળે પૂર્ણ થઈ હતી. કથા ના આયોજક દાંતા ના સ્વરૂપ ભાઈ કે. રાણા અને અમદાવાદના હરિશ્ચંદ્ર ડી. પરમાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આજે કથા ના પ્રારંભે દીવ પ્રજલિત કરી કથાનું પ્રારંભ કરવામાં આવ્યું હતું. તો મોટી સંખ્યામાં ભક્તો શોભાયાત્રા અને કથાનો લાભ લેવા માટે પહોંચ્યા હતા.
અંબાજી પ્રહલાદ પૂજારી