Latest

અંબાજી પાસે થયેલ અકસ્માત દરમ્યાન ઘાયલોના ખબર અંતર પૂછવા તાત્કાલિક હોસ્પિટલ પહોંચતા જિલ્લા કલેક્ટર

અંબાજી, સંજીવ રાજપૂત: અંબાજી હડાદ રોડ ઉપર થયેલ ખાનગી બસના અકસ્માતમાં આશરે 25 ઘાયલ અને 9ની હાલત ગંભીર જોવા મળી છે. અકસ્માત થતા જ ઘાયલ લોકોને તાત્કાલિક પહેલા સારવાર અર્થે અંબાજી કોટેજ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.

આ ઘટનાની પ્રાથમિક જાણ જિલ્લા માહિતી વિભાગ ને થતા માહિતી વિભાગની ટીમ પણ અકસ્માત થયેલ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી અને ઘટનાની પૂર્ણ જાણકારી મેળવી હતી.

આ ઘટનાની જાણ જિલ્લા કલેક્ટર વરુણ બરનવાલને થતા તેઓ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને ઘાયલ થનાર લોકોના ખબર અંતર પૂછ્યા હતા. આ સાથે જિલ્લા એસપી તેજસ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં

જિલ્લા કલેક્ટર દ્વારા તેઓને જલ્દી તાત્કાલિક સારવાર મળી રહે તે અંગેના પ્રયાસો અને સૂચનો કર્યા હતા આ ઉપરાંત હોસ્પિટલના ડોકટર્સ પાસેથી ઘાયલ લોકો.અંગેની માહિતી મેળવી હતી.

આ ઉઅતિ ગંભીર 9 લોકોને તાત્કાલિક 3 એમ્બ્યુલન્સ દ્વારા પાલનપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને જિલ્લા કલેક્ટર પોતે પણ પાલનપુર જવા રવાના થયા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *