અમદાવાદ: સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગાંધી જયંતિ નિમિત્તે અમદાવાદના થલતેજ વિસ્તારમાંથી ખાદીની ખરીદી કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત ખાદી ફોર નેશન,ખાદી ફોર ફેશન,ની મુહિમમાં સહભાગી થયા હતા.
સ્વદેશીના પ્રતીક સમાન ખાદીની ખરીદી કરીને મુખ્યમંત્રીએ ‘લોકલ ફોર વોકલ ‘ અને ‘આત્મનિર્ભર ભારત’ ના સૂત્રોને સાકાર કરવાની દિશામાં પોતાનું યોગદાન અર્પણ કર્યું હતું.
મુખ્યમંત્રીએ થલતેજ વિસ્તારમાં આવેલ ભારત ખાદી ગ્રામોદ્યોગ સંઘના યુનિટ યશ ખાદી એમ્પોરિયમમાંથી પોતાના માટે ખાદીની ખરીદી કરી હતી.
આ પ્રસંગે મેયર સુશ્રી પ્રતિભા જૈન, ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, નારણપુરાના ધારાસભ્ય જીતેન્દ્રભાઈ પટેલ સહિત મ્યુનિ. કોર્પોરેશનના સભ્યો અને શહેર ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.