નવરાત્રી મહોત્સવને શ્રી ખોડલધામ ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ અને સમાજ ના આગેવાનો ખોડલધામ સમિતિ પરિવાર દ્વારા શ્રીફળ વધેરી દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવ્યો.
શ્રી ખોડલધામ એ કોઈ સંસ્થા નથી પરંતુ શ્રી ખોડલધામ એ એક વિચાર છે તેવા લક્ષ સાથે ગુજરાત રાજ્ય સહિત મધ્યપ્રદેશમાં કામ કરી રહ્યું છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના નેજા હેઠળ અને ખોડલધામ ના ચેરમેન નરેશભાઈ પટેલના માર્ગદર્શન મુજબ રાજ્યભરમાં ૩૦ થી વધુ સ્થળોએ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે શ્રી ખોડલધામ સમિતિ અંકલેશ્વર શહેર દ્વારા યોગી એસ્ટેટની બાજુમાં જીઆઇડીસી ખોડલધામ ગરબા ગ્રાઉન્ડ ખાતે જાજરમાન નવરાત્રી મહોત્સવનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે.
આપણી દીકરી આપણા આંગણે ના સ્લોગન સાથે અંકલેશ્વર ખાતે જાજરમાન નવરાત્રી મહોત્સવને ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી હિંમતભાઈ શેલડીયા ના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી અને અંકલેશ્વરના વતની એવા હિંમતભાઈ શેલડીયા, મનસુખભાઈ રાદડિયા, પંકજભાઈ ભુવા ગરબા મહોત્સવના કન્વીનર હસમુખભાઈ ચોવટીયા, દેવેનભાઈ સાવલિયા જીલ્લા કન્વીનર જયશીલ પટેલ નિતેશ સાવલિયા તેમજ સમગ્ર અંકલેશ્વર ટીમ આ પ્રસંગે ઉપસ્થિત રહી હતી. ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ના ટ્રસ્ટી શ્રી ઓ અને સમાજ ના આગેવાનો ખોડલધામ પરિવાર સાથે મળીને રીબીન કાપી દિપ પ્રાગટ્ય કરી શ્રીફળ વધેરી અંકલેશ્વરના પ્રથમ નવરાત્રી મહોત્સવને સમાજ માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
ખૂબ મોટી સંખ્યામાં આ પ્રસંગે સમાજના પ્રમુખો, આગેવાનો, ખોડલધામના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીની આરતી સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
પ્રથમ તબક્કામાં નાના બાળકોની ગરબા કોમ્પિટિશન રાખવામાં આવી હતી. નવરાત્રી મહોત્સવ દરમિયાન વિવિધ સ્પર્ધાઓના પણ આયોજનો કરવામાં આવ્યા છે જેમાં આરતી કોમ્પિટિશન, ગરબા કોમ્પિટિશન રાખવામાં આવ્યા છે. અંકલેશ્વર ખાતે પ્રથમ વખત ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ના નેજા હેઠળ શરૂ થયેલ પ્રથમ નવરાત્રી મહોત્સવને સૌએ વધાવી તેને આવકાર્યો હતો.
ભાવેશ મુલાણી, ભરૂચ.