જામનગર, સંજીવ રાજપૂત: ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ પ્રદેશ પ્રમુખ શ્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં આગામી તારીખ ૨૭મી ઓક્ટોબરના દિવસે અમદાવાદના રિવરફ્રન્ટમાં પ્રદેશ કક્ષાનો ‘મારી માટે મારો દેશ’ કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે, જેના આયોજન સંદર્ભે એક અગત્યની બેઠક ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી ની ઉપસ્થિતિ માં યોજાઈ હતી.
જામનગર શહેર ભાજપના અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા નગરના મેયર શ્રી વિનોદભાઈ ખીમસૂરિયા ની ઉપસ્થિતિમાં યોજાયેલી આ અગત્યની બેઠકમાં શહેર ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી, અને પ્રદેશ કક્ષાના ‘મારી માટી મારો દેશ’ ના કાર્યક્રમના આયોજન સંદર્ભે સમીક્ષા કરી હતી.
ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરાએ પણ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ અગત્યની બેઠકમાં મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, દંડક કેતનભાઇ નાખવા, શહેર ભાજપના મહામંત્રી અને મારી માટી મારો દેશ કાર્યક્રમના જામનગર શહેરના ઇન્ચાર્જ પ્રકાશભાઈ બાંભણિયા,આ કાર્યક્રમના ૭૯ વિધાનસભાના ઇન્ચાર્જ ગોપાલભાઈ સોરઠીયા,ઉપરાંત ૭૯- વિધાનસભા વિસ્તારના તમામ કોર્પોરેટરો, વોર્ડના પ્રમુખ- મહામંત્રી સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
આગામી ૨૭મી ઓક્ટોબરે અમદાવાદના રિવરફ્રન્ટમાં યોજાનારા આ કાર્યક્રમમાં ૭૯- વિધાનસભા વિસ્તારમાંથી સર્વે કાર્યકર્તાઓ સાથેની બસ જામનગર થી અમદાવાદ રવાના થશે, તેની તૈયારીઓ કરવામાં આવી હતી.
શહેરના ૭૯- વિધાનસભા વિસ્તારના તમામ વોર્ડના પ્રમુખ,મહામંત્રી,બુથ પ્રમુખ, શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ સહિતના કાર્યકર્તાઓ અમદાવાદમાં યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે, તે અંગેની સમીક્ષા કરવામાં આવી હતી.