Latest

નિવાસી અધિક કલેકટરશ્રી આર.એસ.દેસાઇની અધ્યક્ષતામાં ડિસ્ટ્રીક્ટ ક્રાઇસીસ ગ્રુપ,આણંદની બેઠક યોજાઇ

આણંદ, શુક્રવાર :: આણંદના નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.એસ.દેસાઇની અધ્યક્ષતામાં ડિસ્ટ્રીક્ટ ક્રાઇસીસ ગ્રુપ,આણંદની બેઠક યોજાઇ હતી. જિલ્લા કલેક્ટર કચેરી, આણંદ ખાતે યોજાયેલ આ બેઠકમાં જિલ્લાના ફેક્ટરી-કારખાના અને વિવિધ અદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતાં.

શ્રી દેસાઇએ બેઠકમાં ઉપસ્થિત તમામ કારખાના-ફેક્ટરી માલિકોને તેમના કારખાના-ફેક્ટરીના સ્થાને જો આક્સ્મિક કોઇ કટોકટી સર્જાય તો તે માટેના જરૂરી માપદંડો લેવાયા છે કે કેમ અને તે માટેની પૂર્વતૈયારી માટે શું આયોજન કરવામાં આવ્યું છે તે અંગેની જાણકારી મેળવી હતી. તેમણે તમામ કારખાના-ફેક્ટરી માલિકોને કટોકટીના સમયે કોઇપણ પ્રકારની ક્ષતિ ઊભી ના થાય તે અંગે સુચન કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું

બેઠકની પ્રારંભમાં જિલ્લા આદ્યોગિક સલામતી અને આરોગ્યના સહાયક નિયામકશ્રી રીનાબેન રાઠવાએ ડિસ્ટ્રીક્ટ ક્રાઇસીસ ગ્રુપના ફંકશન, કેમિકલ એક્સિડેન્ટ નિયમો- ૧૯૯૬, એમએએચ ની સમજ અને જરૂરીયાત,ઓન-સાઇટ અને ઓફ-સાઇટ પ્લાન્ટ માટેની જવાબદારીઓ, ડિસ્ટ્રીક્ટ ઈમરજ્ન્સી ઓથોરીટી  સહિતની વિવિધ બાબતો ઉપર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.

રિપોર્ટ ભૂમિકા પંડ્યા આણંદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

લીંબડી રેલવે સ્ટેશન ખાતે 1000થી વધુ દીવડાઓ પ્રગટાવાયા | સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભવ્ય કાર્યક્રમ

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રેલવે સ્ટેશન ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના…

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

અમદાવાદ: સંજીવ રાજપૂત, એબીએનએસ: સાઉથ બોપલની પ્રતિષ્ઠિત સોસાયટી ફ્લોરા આઇરિસ ખાતે…

1 of 144

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *