પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા,શ્રી એમ.જે.કુરેશી,શ્રી વી.વી.ધ્રાગુ તથા એલ.સી.બી.ના પોલીસ કર્મચારી ઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટ સખત સુચના આપવામાં આવેલ.
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો પાલીતાણ ડીવીઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન અનિરૂધ્ધસિંહ ગોહિલ A.S.I.,એલ.સી.બી.ભાવનગરનાઓને બાતમીરાહે હકિકત મળેલ કે,પાલીતાણા રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં.૦૫૧૨/૨૦૨૩ પ્રોહિ.એકટ કલમઃ-૬૫ એ,ઇ,૧૧૬ બી,૮૧ મુજબના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી ઘનશ્યામભાઇ બોઘાભાઇ બારૈયા રહે.થોરાળીવાળા થોરાળી બસ સ્ટેશન પાસે ઉભો છે.જે બાતમી આધારે તપાસ કરતાં નીચે મુજબના નાસતાં-ફરતાં આરોપી હાજર મળી આવતાં તેને ઝડપી પાડી પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ. નાસતાં-ફરતાં આરોપીઃ-
ઘનશ્યામભાઇ બોઘાભાઇ બારૈયા ઉ.વ.૩૫ રહે.થોરાળી તા.પાલીતાણા જી.ભાવનગર
કરેલ ગુન્હોઃ-
1. પાલીતાણા રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં.૦૫૧૨/૨૦૨૩ પ્રોહિ.એકટ કલમઃ-૬૫ એ,ઇ,૧૧૬ બી,૮૧ મુજબ
2. પાલીતાણા ટાઉન પો.સ્ટે. ગુ.ર.નં.૦૯૮૮/૨૦૨૩ પ્રોહિ.એકટ કલમઃ-૬૫ એ,ઇ,૧૧૬ બી,૮૧ મુજબ
આ સમગ્ર કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા,શ્રી એમ.જે.કુરેશી,શ્રી વી.વી.ધ્રાગુ તથા પોલીસ કર્મચારી અનિરૂધ્ધસિંહ ગોહિલ,બાબાભાઇ હરકટ,એજાજખાન પઠાણ