bhavnagarGujaratLatest

પ્રધાનમંત્રી આવાસ યોજના થકી સુશ્રી રૂપલબેન બગદાણીયા નું ઘરના ઘર નું સ્વપ્ન થયુ સાકાર

ભાવનગર શહેરનાં સુભાષનગર વિસ્તારમાં રહેતા સુશ્રી રૂપલબેન બગદાણીયા કહે છે કે,પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેર)નાં માધ્યમથી તેઓ હાલમાં પાકા મકાનમાં રહેવાનું સ્વપ્ન સાકાર થયુ છે.સરકારશ્રીની આવાસ યોજનાની સહાયથી પાકું મકાન મળતા અમારા સામાજિક મોભામાં વધારો થયો છે.
ભાવનગરમાં પ્રાઇવેટ નોકરી કરી અને ધો.૧૦ અને ઘો.૧૨ માં અભ્યાસ કરતાં પોતાનાં બન્ને બાળકોની સારસંભાળની જવાબદારી સંભાળી રહેલ રૂપલબેન ખુશીની લાગણી વ્યક્ત કરતાં જણાવે છે કે,છેલ્લા ઘણાં સમયથી તેઓ ભાડાનાં મકાનમાં રહેતા હતા અને ભાડાનાં મકાનમાં તેઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો.ભાડાનાં મકાનમાં એક કરતા વધુ વર્ષ થાય ત્યારે મકાનમાલિક દ્વારા મકાન ખાલી કરી આપવા વગેરે જેવી બાબતોમાં ખૂબ જ તકલીફો વેઠવી પડતી હતી.
તેઓને સગાસંબંધીઓ દ્વારા સરકારશ્રીની પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે જાણકારી મળતાં તેઓએ આ યોજનામાં મકાન મેળવવા ફોર્મ ભર્યું હતું.જેમાં તેઓને મકાન પ્રાપ્ત થતા આ યોજના અંતર્ગત કુલ છ હપ્તામાં તેઓને રૂ.૩,૨૫,૦૦૦ ની સહાય મળી છે.
સરકારશ્રીની આ યોજના થકી તેઓને એક બેડરૂમ, હોલ,રસોડા,બાથરૂમ અને ટોયલેટની સુવિધાવાળું ઘર ઉપલબ્ધ થયું છે.તેઓ સામાન્ય વર્ગનાં પરિવાર માટે આ યોજના આશીર્વાદરૂપ છે તેમ કહી તેઓએ આ યોજના માટે અમે સરકારશ્રીનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

વલ્લભીપુર, તા. ૨૩-૦૮-૨૦૨૬ — પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય,…

1 of 229

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *