bhavnagarBreaking NewsCrimeGujarat

જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજો બનાવવાના ગુન્હામાં નાસતાં-ફરતાંં આરોપીને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા તેમજ નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી.ના અધિકારી/કર્મચારીઓને સખત સુચના આપેલ.

તા.૦૪/૦૮/૨૦૨૪ના રોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફના માણસો ભાવનગર સીટી વિસ્તારમાં નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન એજાજખાન પઠાણ પો.કોન્સ.,એલ.સી.બી.,ભાવનગરનાઓને બાતમી મળેલ કે,પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટાં દસ્તાવેજો બનાવવાના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી અકબર ચૌહાણ રહે. કુંભારવાડા, ભાવનગરવાળા તેના રહેણાંક મકાને હાજર છે. જે બાતમી આધારે સ્ટાફના માણસોએ બાતમીવાળી જગ્યાએ આવતાં નીચે મુજબના નાસતાં-ફરતાં આરોપી હાજર મળી આવેલ.જેથી તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ.જે અંગે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનને જાણ કરવા તજવીજ કરવામાં આવેલ.

નાસતાં-ફરતાં આરોપીઃ-અકબર સલીમભાઇ ચૌહાણ ઉ.વ.૩૨ ધંધો.ડ્રાયવિંગ રહે.રૂમ નં.૫૮,ગુજરાત હાઉસીંગ બોર્ડ,રોહીત મીલવાળા ખાંચામાં, કુંભારવાડા, ભાવનગર

નાસતાં-ફરતાં આરોપીને પકડવાનો બાકી ગુન્હોઃ-ભાવનગર, પાલીતાણા ટાઉન પો.સ્ટે. ગુ.ર.ન.૧૧૧૯૮૦૪૨૨૪૩૦૦૬૫/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૪૦૬,૪૨૦, ૪૬૫, ૪૬૭ વિગેરે મુજબ

આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ.શ્રી પી.બી.જેબલીયા તથા સ્ટાફના અનિરૂધ્ધસિંહ ગોહિલ,એજાજખાન પઠાણ,કેવલભાઇ સાંગા,જયદિપસિંહ ગોહિલ  જોડાયાં હતાં .

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

દોષથી મુક્ત થઈ શકાય દુઃખથી નહીં: મોરારિબાપુ પાલીતાણાની “માનસ શિવ સંકલ્પ” રામકથાનો સફળ આયોજન સાથે વિરામ

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા ) તીર્થભૂમિ પાલીતાણાની નજીકના ગામ સગાપરાની કૈલાશ…

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ જાહેર

અમદાવાદ/બોટાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદમાં વર્ષ 2013માં થયેલ ચકચારી કમલેશભાઈ…

કોળી સેનાના યુવા પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકીએ ભાવનગરમાં મતદાન કરી લોકશાહી પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો

મતદાન એ અધિકાર સાથે રાષ્ટ્રીય ફરજ પણ છે, દરેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ :…

સદી પાર છતાં લોકશાહી પ્રત્યે અડગ શ્રદ્ધા: ૧૦૧ વર્ષનાં અમરબેને મતદાન કરી લખ્યો પ્રેરણાનો અધ્યાય

દડવા ગામે વરિષ્ઠ માતૃશક્તિના સંકલ્પે યુવાનોમાં જગાવ્યો મતદાનનો જુસ્સો ઉમરાળા…

1 of 432

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *