Crime

ગઢડાના ઝીંઝાવદર પાટીયા પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો, બે ફરાર

ગઢડા તાલુકાના ઝીંઝાવદર પાટીયા પાસે બોટાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ એક મોટી કાર્યવાહી કરીને વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ અને બે કાર સહિત કુલ ₹6,30,664 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે ઈસમો નાસી છૂટવામાં સફળ રહ્યા છે.
​
​મળતી માહિતી મુજબ, બોટાદ એલસીબીની ટીમને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે ગઢડાના ઝીંઝાવદર પાટીયા પાસેથી વિદેશી દારૂનો મોટો જથ્થો પસાર થવાનો છે. બાતમીના આધારે પોલીસે તુરંત એક્શનમાં આવીને ઉક્ત સ્થળે વોચ ગોઠવી હતી.
​લાખોનો મુદ્દામાલ જપ્ત, બે આરોપીઓ ફરાર
​વોચ દરમિયાન પોલીસે શંકાસ્પદ વાહનોને આંતરીને તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે

ઘટનાસ્થળેથી: ​વિદેશી દારૂનો જથ્થો ગુનામાં વપરાયેલી ૨ કાર
​અન્ય સાધન સામગ્રી સહિત કુલ ₹6,30,664 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ રેડ દરમિયાન પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી લીધી છે, જ્યારે પોલીસને જોઈને અન્ય બે શખ્સો ત્યાંથી ભાગી છૂટ્યા હતા.

પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા બોટાદ એલસીબીએ પકડાયેલા આરોપીની આકરી પૂછપરછ શરૂ કરી છે અને નાસી છૂટેલા બંને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. ગઢડા પંથકમાં દારૂના આ મોટા નેટવર્ક પાછળ કોનો હાથ છે તે દિશામાં પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશન દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ અને નાસતા ફરતા આરોપીઓ…

1 of 43

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *