Latest

પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સવૅર ડાઉન થતા રાશનકાર્ડ ધારકો ના ઈ-કેવાયસી અટક્યા.

એબીએનએસ, પાટણ :.પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારના રાશનકાર્ડ ધારકો માટે ચાલતી ઈ- કેવાયસી પ્રક્રિયા સરકારી સર્વર ડાઉન થવાથી વારંવાર બંધ થઈ જતાં નાગરિકો હેરાન પરેશાન બન્યા છે. પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકો રેશનકાર્ડમાં ઈ-કેવાયસી કરાવવા માટે વારંવાર પુરવઠા વિભાગ ની કચેરીનો સંપર્ક કરે છે

પરંતુ સરકારનું ઈ- કેવાયસી સર્વર ડાઉન હોવાથી રાશન કાર્ડમાં ઈ-કેવાયસી થઈ શકતી નથી જેને કારણે લોકો ને ધકકા ખાવા નો વારો આવ્યો છે. પાટણ શહેર અને ગ્રામ્યના પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા આ સવૅર ડાઉન મામલે જણાવવામાં આવે છે

કે નાગરિકો રાશનકાર્ડમાં ઈ-કેવાયસી કરવા આવે છે ત્યારે સર્વર ડાઉન અને આધાર કાર્ડ એરર આવતી હોવાથી ઈ-કેવાયસી થઈ શકતું નથી. પાટણ શહેરમાં આવેલા રાશનકાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી ફરજિયાત કરવા માટેના રાશનકાર્ડ ની દુકાનો તેમજ પુરવઠા કચેરીમાં છેલ્લા ઘણા સમયથી ગુજરાત સરકારનું ઈ-કેવાયસી સર્વર વારંવાર બંધ થઈ જતા લોકોને ધકકા ખાવા પડી રહ્યા છે.

ગુજરાત સરકાર દ્વારા રાશનકાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી ફરજિયાત કરવામાં આવેલ છે અને તેની છેલ્લી તારીખ પણ નજીક આવી રહી છે ત્યારે ગુજરાત સરકારનું સર્વર જે છે તે ચાલતું ન હોવાથી વારંવાર બંધ થઈ જતાં રાશનકાર્ડ ધારકો પોતાના કામ ધંધા છોડીને પણ ઈ-કેવાયસી કરવા આવે છે.

પરંતુ ઈ-કેવાયસી થઈ શકતું નથી જેના કારણે તેઓને સમય ના બગાડની સાથે સાથે હેરાન પરેશાન થઈને પાછા જવું પડી રહ્યું છે.પાટણ શહેર અને ગ્રામ્યના નાગરિકો ની માંગ છે કે સરકારે પહેલા પોતાના ઓનલાઈન ઈ-કેવાયસી ની પ્રક્રિયા એટલે કે સર્વર ની કામગીરી સુવ્યવસ્થિત કરી પછીજ આ કામગીરી ચાલુ કરવી જોઈએ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *