સિહોર નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી વિવિધ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી જીતવા માટે કમર કસવામાં આવી છે.
હાલમાં સિહોર કોંગ્રેસ ના યુવા આગેવાન જયરાજસિંહ મોરી રોજ ભાજપ શાસિત નગરપાલિકાની પોલ ખોલી રહ્યા છે અને ભ્રષ્ટાચાર ને સિહોર ની જનતા સમક્ષ ઉજાગર કરી રહ્યા છે.
સાથે સાથે થોડા દિવસો પહેલા તેમણે સિહોર ના લોકો નો જે મુખ્ય પ્રશ્ન છે એ પાણી નો પ્રશ્ન જો કોંગ્રેસ નગરપાલિકા માં બેસે તો તે દૂર કરવા લોકો ને વચન પણ આપવામાં આવેલ.
આજરોજ જયરાજસિંહ મોરી દ્વારા આ બાબત ને લઇ ને એફિડેવિટ (સોગંધનામું) કરવામાં આવેલ કે જો સિહોર નગરપાલિકા માં કોંગ્રેસ ની સરકાર આવશે તો થોડા જ સમયમાં પાણી નો પ્રશ્ન દૂર કરવામાં આવશે અને જો કોંગ્રેસ શાસિત નગરપાલિકાથી પાણી પ્રશ્ન દૂર નહીં થાય તો વોર્ડ નંબર ૪ માં પોતાના ખર્ચે ડાર અથવા તો ટાકા દ્વારા પાણી લોકો સુધી પૂરું પાડવામાં આવશે.
આમ આજ ના સમયમાં જ્યારે ચૂંટણી સમયે ખોટા વચનોની લ્હાણી જોવા મળે છે ત્યારે જયરાજસિંહ મોરી દ્વારા વિધિવત સોગંધનામું રજુ કરીને પોતાની એક અલગ છાપ ઉભી કરી છે અને લોકો માં વિશ્વાસ જગાવવાનો એક અલગ પ્રયત્ન કરવામાં આવ્યો છે.