નવી દિલ્હી, સંજીવ રાજપૂત; પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતનો અનેક ક્ષેત્રોમાં વિકાસ થયો છે. વિશેષ કરીને નારી સુરક્ષા,નારી વિકાસના કારણે અનેક મહિલાઓ આર્થિક રીતે પગભર બનીને આત્મ નિર્ભર થઇ છે તો બીજી બાજુ ગુજરાત સરકારના મહિલા સંમેલનો થકી અનેકવિધ મહિલા સંસ્થાઓ ગુજરાત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ થકી મજબૂત બનીને આગળ વધી છે.
આમ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના લોક કલ્યાણ સેવા મહા યજ્ઞને આગળ વધારીને ગુજરાતના ગૌરવ મા વધારો થયો છે.
ગુજરાતની જાણીતી મહિલા સંસ્થાઓ પૈકી અનુસૂચિત જાતિ સમાજ મા સમાવિષ્ઠ વિકાસથી વંચિત અતિપછાત સમાજ પૈકી તુરી બારોટ સમાજની ગરીબ વંચિત વર્ગની મહિલાઓ થકી પરમાર અંજનાબેન દલસુખભાઈના અધ્યક્ષ સ્થાને ગઠિત ” અપરાજિતા ” સંસ્થાને વિવિધ સમાજની મહિલાઓ, વંચિતો, બાળકો માટે કરેલી ભગીરથ કામગીરી માટે લોકસભાના પૂર્વ પેનલ સ્પીકર ડોક્ટર કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને ભારતના ૩૨ રાજ્યોમાં કાર્યરત ” ઉડાન ” રાષ્ટ્રીય સંસ્થાના ઉપક્રમે ૮ મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ડો આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટર,૧૫, જનપથ નવી દિલ્હી ખાતે ડો બાબા સાહેબ આંબેડકરના પ્રપૌત્ર આનંદ રાજ આંબેડકર, અર્જુન રામ મેઘવાલ કેન્દ્રીય કાયદામંત્રી, સુનિલ શેઠ, કેન્દ્રીય રાજ્ય કક્ષાના સંરક્ષણ મંત્રી, શ્રીમતી સંધ્યા રે , પેનલ સ્પીકર લોકસભા, શ્રીમતી અંજુ બાલા, પૂર્વ સાંસદ વ પૂર્વ સદસ્ય રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ, સુનિલ ઝોડે, પ્રખ્યાત ઉધોગપતિ મુંબઈ, મનોજ ગોરકેલા, ડેપ્યુટી એડવોકેટ જનરલ છત્તીસગઢ, પંજાબ, ઉત્તરાખંડ, હરિયાણા હાઈકોર્ટ ઉપરાંત ગણ માન્ય સાસદો અન્ય મહાનુભાવોના વરદ હસ્તે ” માઈ રમાબાઈ આંબેડકર ઇન્ટરનેશનલ એવોર્ડ ૨૦૨૫ ” અર્પણ કરવામાં આવ્યો હતો.
એવોર્ડ અર્પણ થતા ભાવુકતા સાથે અપરાજિતા સંસ્થાના પ્રમુખ પરમાર અંજનાબેને સહિત તમામ પદાધિકારી બહેનોએ જણાવ્યું હતું કે આ એવોર્ડ થી ગુજરાતના ગૌરવ માં ગૌરવશાળી ગૌરવવંતા વધારો થયો છે. આ એવોર્ડ નો યશ ગુજરાત સરકાર અને ગુજરાતની પ્રજાને જાય છે.
માઇ રમાબાઈ આંબેડકર ઇન્ટરનેશનલ એવોર્ડ ૨૦૨૫ માટે દેશના ૨૨ રાજ્યો માંથી ૧૭૧ મહિલાઓ અને ૩૫ સંસ્થાના હોદ્દેદારોને સમાજના વંચિત લોકોના વિકાસ માટે કરેલા કાર્યોની કદરૂપ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન અરુણ કુમાર, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી ઉડાન એ કર્યું હતું. જ્યાંરે આભાર વિધિ શ્રીમતી સવિતાબેન કાદિયાન, પ્રમુખ દિલ્હી SC/ST શિક્ષક મહાસંઘ એ કરી હતી. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન સુશીલ કુમાર કમલ (કાનપુર) રાષ્ટ્રીય મહામંત્રી ઉડાન એ કર્યું હતું.