Latest

દલિત યુવાનના મૃત્યુ સંદર્ભે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને કડક કાર્યવાહીના આદેશ આપતા પૂર્વ સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકી

અમરેલી, સંજીવ રાજપૂત: ગુજરાતમાં દિન પ્રતિદિન અનુસૂચિ જાતિ વર્ગના લોકો ઉપર અત્યાચારની ઘટનાઓ નિરંતર બનવા પામી રહી છે જે ગુજરાત જેવા વિકસિત રાજ્ય માટે શરમજનક ઘટના છે.
લોકસભાના પૂર્વ પેનલ સ્પીકર અને અમદાવાદ પશ્ચિમના પૂર્વ સાંસદ ડોક્ટર કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકીએ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ઝરખીયા ગામ ખાતે દલિત યુવાનના હત્યા મામલે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ અને સાંસદ રાજુભાઈ પરમાર સાથે પીડિત પરિવારના સ્વજનોની મુલાકાત કરી હતી.

આ સમયે પરિવારના લોકો પૈકી કાંતિભાઈ એ કહ્યું હતું કે ગત 16 મેના રોજ અમરેલીના સાવરકુંડલા રોડ પર આવેલી એક દુકાન પર વેફરનું પૅકેટ ખરીદવા પહોંચેલા તેમના યુવાન દીકરા નીલેશભાઈ રાઠોડે દુકાનદારના દીકરાને ‘બેટા’ કહેતાં ગુસ્સે ભરાયેલા પિતાએ 10-15 અન્ય આરોપીઓ સાથે મળીને તેમના પુત્રને ક્રૂર માર માર્યો હતો. જે બાદ ગત 22 તારીખે તેમના પુત્રનું ભાવનગરની સર ટી. હૉસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. કાંતિભાઈએ કહ્યું હતું કે તેમની પાંચ માગો પૈકી ચાર માગ સંતોષાઈ છે, પરંતુ સરકાર પાસેથી જમીનની માગ હજુ સુધી નથી સ્વીકારાઈ નથી.

લોકસભાના પૂર્વ પેનલ સ્પીકર ડોક્ટર કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકી તથા રાષ્ટ્રીય આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ રાજુભાઈ પરમાર એ અમરેલી જિલ્લાના જિલ્લા કલેકટર, રેન્જ આઈ.જી અને જિલ્લા પોલીસવડા, નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ,એસસી /એસટી સેલ, ડિવાયએસપી હેડ ક્વાર્ટર , ડીવાયએસપી સાવરકુંડલા, પ્રાંત ઓફિસર ,મામલતદાર શ્રી વગેરે ઉચ્ચ અધિકારીઓ સાથે દલિત યુવાનના થયેલ હત્યાકાંડ મામલે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી જેમાં તેમણે ઉપસ્થિત અધિકારીઓને આડે હાથ લેતા જણાવ્યું હતું કે આટલો મોટો જધન્ય હત્યાકાંડ કરવામાં આવ્યો છે

ત્યારે વહીવટી તંત્ર પીડિત પરિવારના સ્વજનોની મુલાકાત લઈ શકતું નથી તે દુઃખની બાબત છે તેની સાથો સાથ પીડિત પરિવારને એટ્રોસિટી એક્ટ અન્વયે તાત્કાલિક અસરથી સહાય આપવામાં આવે અને પીડિત પરિવાર ના સ્વજનોની માંગણી મુજબ સઘન તપાસ થકી આરોપીઓને કડકમાં કડક સજા મળે તે માટે સત્વરે કાર્યવાહી કરવામાં આવે તદ ઉપરાંત પીડિત પરિવારની માગણી મુજબની માગણીઓ પણ વહેલી તકે સંતોષવામાં આવે અને તે માટે રાજ્ય સરકારમાં જ્યાં જરૂર જણાય તે વિભાગમાં દરખાસ્ત કરવામાં આવે તે જરૂરી છે.

કોઈપણ સમાજના ગરીબ વંચિત વ્યક્તિ ઉપર અત્યાચારની ઘટના થાય તેને રાજ્ય સરકાર ક્યારેય પણ ચલાવી લેશે નહીં અને આવી ઘટનાઓમાં કસૂરવારોની સાથે આવી ઘટનાઓને દબાવી દેવાનો પ્રયાસ કરનાર પદાધિકારી કે પછી અધિકારીઓને પણ રાજ્ય સરકાર છોડશે નહીં.

ગુજરાત ભાજપ સરકાર હંમેશ વંચિતના વિકાસ માટે તત્પર રહી છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે અનેકવિધ યોજનાઓ વંચિત સમુદાયના વિકાસ માટે અમલી બનાવી છે આવા તબક્કે આવા પ્રકારની ઘટનાઓ બનવા પામે તે માત્ર અમરેલી જિલ્લા માટે નહીં પરંતુ સમગ્ર રાજ્ય માટે પણ શરમજનક ઘટના છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પણ સતત આવા પ્રકારની ઘટનાઓ ફરીવાર ન બને તે માટે ચિંતિત અને સજા જ છે

પરંતુ કમનસીબીની બાબત છે કે ઘણી વખતે નાગરિકોમાં જુનવાણી વિચાર કે પછી ગેરસમજો ના કારણે આવા પ્રકારની ઘટનાઓને અંજામ આપવામાં આવે છે જે એક ભારતીય નાગરિક તરીકે સૌના માટે ચિંતાનો વિષય છે.

આ પ્રસંગે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ ના ઉપાધ્યક્ષ રાજુભાઈ પરમાર એ પણ આયોગની કાર્યપદ્ધતિ અન્વયે અધિકારીઓને સંબોધિત કરીને ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે અને આરોપીઓને કડક સજા થાય અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓન બને તે માટે નિર્દેશ કર્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *