Latest

વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત સાબરડેરી દ્વારા પ્રકૃતિ જતન અને પર્યાવરણ સંરક્ષણ હેતુ સામૂહિક વૃક્ષારોપણ અભિયાન હાથ ધરાયું

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

વિકસિત અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સહકારી પ્રવુત્તિઓ મહત્વની ભૂમિકા નિભાવી મોટું યોગદાન આપવાની શક્તિ ધરાવે છે

એવા વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના વિશ્વાસને સ્વીકૃતિ આપી સમગ્ર વિશ્વમાં સહકારી પ્રવુત્તિ વિકસે તે માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ૨૦૨૫નું વર્ષ આંતરરાષ્ટ્રિય સહકારિતા વર્ષ તરીકે ઉજવવામાં આવી રહયું છે

જેના ભાગરૂપે આજરોજ ૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસે રાજ્યવ્યાપી વૃક્ષારોપણ અભિયાનમાં સાબરડેરી તથા સંલગ્ન દૂધ મંડળીઓ દ્વારા ઉત્સાહપૂર્વક સામુહિક વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધરેલ હતો.

પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે સાબરડેરીના પશુ સંવર્ધન કેન્દ્ર ખાતે સાબરડેરી અને અમૂલ ફેડરેશનના ચેરમેન શામળભાઈ પટેલના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ પ્રસંગે જિલ્લા રજીસ્ટ્રાર શ્રી,સહકારી મંડળીઓ,સાબરકાંઠા મિતેશભાઈ ત્રિવેદી,સંઘના મેનેજિંગ ડિરેક્ટર સુભાષભાઈ પટેલ તથા સંઘના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પણ વૃક્ષારોપણ હાથ ધરવામાં આવ્યું હતું.

ચેરમેન દ્વારા આ પ્રસંગે સૌ સભાસદોના સહિયારા પ્રયાસોથી બંને જીલ્લામાં વર્ષ ૨૦૦૭ થી પર્યાવરણ અસમતુલતાના પરિપેક્ષમાં ફળાઉ તથા બિન ફળાઉ વૃક્ષોના વાવેતરનું સહાય આપી દર વર્ષે અભિયાન હાથ ધરવામાં આવે છે જેના ખુબ જ સારા પરિણામ મળ્યા છે અને ચાલુ વર્ષે પણ આ દિશામાં આયોજન હાથ ધરવામાં આવ્યું છે જેનો સૌ દૂધ ઉત્પાદકો લાભ લેવા ખાસ આગ્રહ કરવામાં આવ્યો હતો અને આજના કાર્યક્રમની સફળતા માટે સૌને અભિનંદન પાઠવ્યા હતા.

Azaસાબરડેરીના વાઇસ ચેરમેન તથા નિયામક મંડળના સદસ્યો દ્વારા વિવિધ દૂધ મંડળીઓ ખાતે ઉપસ્થિત રહી હોશભેર વૃક્ષારોપણ કાર્યક્રમ સફળ બનાવી દૂધ ઉત્પાદકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
સાબરડેરી કર્મચારીઓ દ્વારા બાયડ,ધનસુરા,શામળાજી,પ્રાંતિજ,ઇડર અને ખેડબ્રહ્મા શીતકેન્દ્ર અને સાબરદાણ ફેક્ટરી પ્રત્યેક સ્થળે ૩૦૦ પ્રમાણે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

પર્યાવરણ દિવસ નિમિત્તે સમગ્ર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની દૂધ મંડળીઓના દૂધ ઉત્પાદકો દ્વારા દોઢ લાખથી વધુ રોપાઓનું સ્થાનિક કક્ષાએ અને વાવેતર કરી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવામાં આવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *