Latest

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી,બનાસકાંઠા

દાંતા વન વિભાગ દ્વારા ૭૪૦ કિલો પ્લાસ્ટીકનો કચરો એકત્રિત કરીને પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫ના ઉજવણીના ભાગરૂપે બનાસકાંઠા વન વિભાગના દાંતા પૂર્વ અને પશ્ચિમ રેન્જના અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓ, પર્યાવરણ પ્રેમીઓ તથા ગ્રામજનોએ સહિયારા પ્રયત્નો થકી શ્રમદાન કર્યું હતું. જિલ્લા નાયબ વન સંરક્ષકશ્રી ચિરાગ અમીનના માર્ગદર્શન હેઠળ દાંતા વન વિભાગ દ્વારા પ્લાસ્ટિક મુક્ત બનાસકાંઠાના ધ્યેય સાથે પ્લાસ્ટિક કચરાને એકત્રિત કરવામાં આવ્યો હતો.

વન વિભાગ દ્વારા દાંતાના ત્રિશુલિયા ઘાટ, વ્યુ પોઇન્ટ (પી.વાવ), શેભર ગોગ મહારાજ પૌરાણિક મંદિર (શેરપુરા), અંતરશા દરગાહ (દાંતા), માણેક નાથ મંદિર (લોટોલ), અને વિર મહારજ મંદિર (પેથાપુર) જેવા ધાર્મિક અને પર્યટન સ્થળોએ પ્લાસ્ટિક કચરાને એકત્રિત કરાયો હતો.

પર્યાવરણ દિવસ નિમિત્તે વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, સ્થાનિક વન મંડળી, પર્યાવરણ પ્રેમીઓ તથા ગ્રામજનોના સહિયારા પ્રયાસથી નદી-નાળા, ઇકોઝોન અને તીર્થસ્થળો પરથી કુલ ૭૪૦ કિલો જેટલો પ્લાસ્ટિક કચરો એકત્ર કરી તેના યોગ્ય રીસાઇકલ માટે સ્થાનિક નગરપાલિકાને સોંપવામાં આવ્યો હતો.

રિપોર્ટર પ્રહલાદ પૂજારી અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *