Latest

સાબરડેરી દ્વારા પ્રગતિશીલ દૂધ ઉત્પાદક વિકાસ કાર્યક્રમ શામળાજી ખાતે યોજાયો

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અને સાબરડેરીના સંયુક્ત ઉપક્રમે 03/06 /25 થી 07/06/25 દરમ્યાન અરવલ્લી જિલ્લાના શામળાજી વેટરનરી થી સંલગ્ન દૂધ મંડળીઓ ના પ્રગતિશીલ દૂધ ઉત્પાદક ભાઈઓ તથા બહેનો કે જેઓ દૈનિક ૩૦ લીટર કે તેથી વધારે દૂધ તેમની દૂધ મંડળીમાં ભરાવે છે,

તેવા પ્રગતિશીલ દૂધ ઉત્પાદક ભાઈઓ તેમજ બહેનોની પ્રગતિશીલ દૂધ ઉત્પાદક વિકાસ કાર્યક્રમ અંતર્ગત પાંચ દિવસીય તાલીમ શિબિર યોજવામાં આવેલ. સદર તાલીમ શિબિરમાં સાબરડેરી અને ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન શામળભાઈ સાબરડેરી ના મેનેજિંગ ડિરેક્ટર સુભાષભાઈ સાબરડેરી na પર્સનલ મેનેજર એન એલ પટેલ,નિયામક મંડળના સભ્ય અને ભીલોડા વિસ્તાર ની દૂધમંડળીઓ નું પ્રતિનિધિત્વ કરતા ડીરેકટર કાંતીભાઈ , તથા મોડાસા વિસ્તાર ની દૂધ મંડળીઓનું પ્રતિનિધિત્વ કરતા ડિરેક્ટર શામળ ભાઈ તા . 04/06/25 ના રોજ સદર તાલીમ શિબિર માં હાજર રહી દૂધ ઉત્પાદકોને પશુપાલનના વ્યવસાય અંગે માર્ગદર્શન પૂરું પાડેલ.

સદર તાલીમ શિબિરમાં એ .એચ વિભાગના વડા તેમજ વિષય નિષ્ણાત વેટરનરી ડોકટરો મારફતે સભાસદોને વૈજ્ઞાનીક ધોરણે પશુપાલન કરી પોતાના વ્યવસાય થકી પશુ એકમ દીઠ મહત્તમ નફો મેળવે તે અર્થે તેઓને વ્યવસાયને લગત માહિતી પૂરી પાડવામાં આવેલ.

સદર મુળભૂત હેતુને ધ્યાને લઈ સંઘ ધ્વારા પશુ પોષણ, પશુ માવજત, પશુ આરોગ્ય અને પશુ સંવર્ધનના વિષયો પર ઉંડાણ પૂવર્ક સમજ આપવા તેમજ તેને લગત આજના સમયને અનુરૂપ આધુનિક વૈજ્ઞાનિક માહીતી પુરી પાડવા પ્રગતિશીલ દૂધ ઉત્પાદક વિકાસ કાર્યક્રમ (EDP) કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં શામળાજી એમ પી ઑ વિભાગ ના ઈનચાર્જ હેમંતભાઈ પટેલ તેમજ સાબરડેરી ના કર્મચારીઓ શામળાજી શીતકેન્દ્ર ના કર્મચારીઓ હાજર રહ્યાં હતાં

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *