bhavnagarBreaking NewsDevotionalGandhinagarGujaratPoliticsભક્તિ

કોળિયાક નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસના મેળાનો શુભારંભ.રાજ્ય કક્ષાના મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રીશ્રી પરસોત્તમભાઈ સોલંકીએ કોળિયાક નિષ્કલંક મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી

તા.૨૨ થી ૨૩ નાં રોજ ભાવનગર જિલ્લાનાં કોળીયાક ગામ ખાતે નિષ્કલંક મહાદેવનાં સાનિધ્યમાં ભાદરવી અમાસનો મેળો યોજાઇ રહ્યો છે ત્યારે ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાવિકો આસ્થાભેર ભાદરવી અમાસમાં પવિત્ર સ્નાન માટે આવ્યા હતા. ત્યારે ભાદરવી અમાસના મેળામાં રાજ્ય કક્ષાના મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રીશ્રી પરસોત્તમભાઈ સોલંકી તથા આગેવાન શ્રી દિવ્યેશભાઈ સોલંકીએ કોળિયાક નિષ્કલંક મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંત્રીશ્રીએ ભક્તોને પ્રસાદી વિતરણ કરી હતી.

ભાવનગર જીલ્લાના નિષ્કલંક મહાદેવ ખાતે ભાદરવી અમાસના મેળામાં મંત્રીશ્રી પરસોત્તમભાઈ સોલંકી દ્વારા એક લાખ થી વધુ ભક્તોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું.

ભાદરવી અમાસના પ્રવિત્ર સ્નાન માટે ભાવિકોમાં અનેરો આનંદ. મેળામાં જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓને સોંપાયેલ ફરજો પર તૈનાત

જિલ્લા વહિવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા પણ ફરજ પર મુકાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ૨૪ કલાક મેળા દરમ્યાન ફરજ બજાવી હતી. આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ, ફાયર વિભાગ, પી.જી.વી.સી.એલ., પાણી પુરવઠા વિભાગ સહિતના વિભાગો સોંપાયેલ ફરજો પર તૈનાત રહ્યા હતા.

ભાવિકો આનંદ અને ઉત્સાહભેર મેળામાં આવ્યા હતા. મેળામાં જતા અનેક સ્થળોએ સામાજિક સંસ્થાઓ દ્વારા ચા – પાણી અને નાસ્તા તેમજ ઉતારાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કૃષ્ણ ભક્તિ શિવ કૃપા વગર ન મળે:પૂ. પારસભાઈ શાસ્ત્રી હરિદ્વારમાં બારોટ અને ધાખડા પરિવારની ભાગવત કથા

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા) હરિદ્વાર ખાતે મનોજ પરિવાર અને ધાકડા પરિવારના…

સોમનાથ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ પ્રોજેક્ટમાં હોટેલ અને આતિથ્ય વ્યવસાય માટેના વ્યાવસાયિક અવસરો અંગે ચર્ચા

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ પુનર્વિકાસ પામતા સોમનાથ રેલવે સ્ટેશન ખાતે ઉપલબ્ધ…

1 of 443

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *