Devotional

અંબાજીમાં બાબા શ્યામની ભવ્ય શોભાયાત્રા નીકળી

સાંજે અનેકો ધાર્મિક કાર્યક્રમ સાથે ભવ્ય ભજન સંધ્યા યોજાઈ

યાત્રાધામ અંબાજી ખાતે બાબા શ્યામનું ભવ્ય કાર્યક્રમ યોજાઈ ગયો હતો.જેમાં સવારે બાબા શ્યામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી,જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો હાથોમાં બાબા શ્યામના ધજાઓ લઈને ડીજેના તાલે નાચતા ગાતા અને જય શ્રી શ્યામના જય ઘોષ સાથે નીકળ્યા હતા. સાંજે અનેકો ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા,જેમાં ભવ્ય ભજન સંધ્યા સહિત બાબા નો દરબાર લાગ્યો હતો મોટી સંખ્યામાં ગ્રામજનો સહિત બહાર થી આવેલા ભક્તો જોડાયા હતા.

દર વર્ષે અંબાજી ખાતે શ્રી શ્યામ મિત્ર મંડળ દ્વારા બાબા શ્યામના ભવ્ય દરબાર નું આયોજન કરવામાં આવે છે. જેમાં શ્યામ ભક્તો દ્વારા આ કાર્યક્રમ ધૂમધામ થી યોજાય છે અને સમગ્ર ગામ લોકોને બાબાના દર્શન , દરબાર , અલૌકિક ઝાંખી તેમજ બહાર ગામ થી આવતા લોક ગાયક કલાકારો ની સુર – સંગીત ની સરવાણી નો લ્હાવો લેવાનો લાભ મળે છે , ત્યારે અંબાજીના મૈત્રી અંબે સોસાયટી ખાતે આ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં સવારે બાબા શ્યામ ની નિશાન ( ધજા ) યાત્રાનો અંબાજી મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર શક્તિ દ્વાર ખાતે થી શુભારંભ કરી અંબાજી નગર ની મુખ્ય બજારમાં થી થઈ બાબા શ્યામ ના દરબાર સ્થળે પહોંચી હતી,તેમજ સાંજ ના સુમારે બાબા ની આરતી , છપ્પન ભોગ બાદ ભવ્ય દરબાર ની શરૂઆત થઈ હતી.જેમાં બાબાને પુષ્પો વડે અલૌકિક શણગાર, ઇત્ર વર્ષા, પુષ્પ વર્ષા વગેરે બાદ લોક ગાયક કલાકારો પોતાના સૂરો ની સરવાણી થી ભજન કીર્તન કર્યા હતા.જેમાં આ વખતે મથુરા – વૃંદાવન થી કોમલ – કિશોરીજી ની બેલડી,અલવર ( રાજ.) થી સવિતા રાજસ્થાની,બિકાનેર ( રાજ.) થી પ્રવેશ શર્મા પોતાના સુરીલા સ્વરો વડે વાતાવરણને શ્યામમય બનાવ્યુ હતું.તેમજ આવનાર ભક્તો માટે ભોજન પ્રસાદી અને ચા – પાણી ની વ્યવસ્થા કરવામાં આવી હતી.

રિપોર્ટર પ્રહલાદ પૂજારી,અંબાજી

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી – “શ્રી શ્યામ મિત્ર મંડળ દ્વારા તા.૧૨ એપ્રિલ ની સાંજે ભવ્ય ભજન સંધ્યા કાર્યક્રમ યોજાશે.

કાર્યક્રમ માં ઇત્ર વર્ષા, પુષ્પ વર્ષા,છપ્પન ભોગ, ભવ્ય દરબાર સહિત અલૌકિક શૃંગાર…

અંબાજી મંદિર હવે માઈભક્તો માટે ડિજિટલ બન્યું: કલેક્ટરના હસ્તે અત્યાધુનિક મોબાઈલ એપ લોન્ચ કરાઈ

અંબાજી દર્શન હવે વધુ સુલભ: પ્રસાદ બુકિંગથી લઈને ડોનેશન સુધીની તમામ સુવિધા મોબાઈલ…

1 of 26

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *