bhavnagar

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ દ્વારા કોળીયાક સ્થિત નિષ્કલંક પ્રાથમિક શાળા, ખાતે સ્માર્ટ બોર્ડનું સફળ સ્થાપન કરાયું

ભાવનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: કોળીયાક નિષ્કલંક પ્રાથમિક શાળા, ભાવનગર ખાતે સ્માર્ટ બોર્ડ સ્થાપન
૨૧મી એપ્રિલના રોજ રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ દ્વારા કોળીયાક સ્થિત નિષ્કલંક પ્રાથમિક શાળા, ભાવનગર ખાતે સ્માર્ટ બોર્ડનું સફળ સ્થાપન કરવામાં આવ્યું.

આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ સુવિધાઓ પૂરી પાડવાનો અને અભ્યાસને વધુ રસપ્રદ, અસરકારક તથા ઇન્ટરેક્ટિવ બનાવવાનો છે.

આ પહેલ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન મળ્યું છે. સ્માર્ટ બોર્ડના ઉપયોગથી વિદ્યાર્થીઓ હવે દૃશ્ય અને ડિજિટલ માધ્યમ દ્વારા સરળતાથી વિષયને સમજી શકશે, જે તેમના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.

આ પ્રસંગે ક્લબના પ્રમુખ રોટ. નમ્રતા ચઢા, સચિવ રોટ. સુનીતા શાહ તેમજ ક્લબ સભ્યો રોટ. કૃષ્ણા શાહ, રોટ. અમી શાહ અને રોટ. સુનીતા અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીએ કાર્યક્રમને વિશેષ ગૌરવ આપ્યું.

શાળા સંચાલન અને વિદ્યાર્થીઓએ રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટનો દિલથી આભાર વ્યક્ત કર્યો અને આ યોગદાનને શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ ગણાવ્યું.

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ સતત સમાજ સેવા અને ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ કાર્ય કરવા પ્રતિબદ્ધ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ડો. ધર્મિષ્ઠા બેન દવે દ્વારા ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે ‘નારી શક્તિ વંદન કાર્યક્રમ’ યોજાયો

વિદ્યાવિહાર કેળવણી મંડળ દ્વારા બહેનોનું સન્માન કરાયું ભાવનગર, તા. ૧૯/૦૪/૨૦૨૬…

ભાવનગર સ્થિત સવારી ડિબ્બા મરામત કારખાનામાં રાજભાષા સંબંધિત નિરીક્ષણ અને હિન્દી કાર્યશાળાનું સફળ આયોજન

પશ્ચિમ રેલવેના રાજભાષા વિભાગ દ્વારા તા. 31-03-2026ના રોજ ભાવનગર પરા સ્થિત પશ્ચિમ…

1 of 77

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *