bhavnagar

સદી પાર છતાં લોકશાહી પ્રત્યે અડગ શ્રદ્ધા: ૧૦૧ વર્ષનાં અમરબેને મતદાન કરી લખ્યો પ્રેરણાનો અધ્યાય

દડવા ગામે વરિષ્ઠ માતૃશક્તિના સંકલ્પે યુવાનોમાં જગાવ્યો મતદાનનો જુસ્સો

ઉમરાળા તાલુકાના દડવા ગામે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયક દૃશ્ય સર્જાયું હતું. ૧૦૧ વર્ષની વયે પણ લોકશાહી પ્રત્યે અડગ વિશ્વાસ ધરાવતા અમરબેન નાનુભાઈ વાઘેલા મતદાન મથક સુધી પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સૌના દિલ જીતી લીધા હતા.

ઉંમર ભલે સદી પાર કરી ગઈ હોય, પરંતુ દેશપ્રેમ, જવાબદારી અને લોકશાહી પ્રત્યેની લાગણી આજે પણ અમરબેનના ચહેરા પર ઝળહળી ઊઠી હતી. તેમના આ પગલાંએ સાબિત કર્યું કે મતદાન માત્ર હક નથી, પરંતુ લોકશાહીને મજબૂત બનાવતી પવિત્ર ફરજ છે.

અમરબેન જ્યારે મતદાન મથકે પહોંચ્યા ત્યારે ગામલોકોમાં ગૌરવ અને ભાવુકતા છવાઈ ગઈ હતી. યુવા મતદારો માટે તેઓ જીવંત પ્રેરણા બની રહ્યા હતા. તેમના આ સંદેશે અનેક લોકોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે અનુકૂળ અને સુવિધાસભર વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે, જેના કારણે અમરબેન જેવા વરિષ્ઠ મતદારો સરળતાથી મતદાન પ્રક્રિયામાં જોડાઈ શક્યા હતા.

દડવા ગામે આજે માત્ર મતદાન જ નહીં, પરંતુ લોકશાહી પ્રત્યેની શ્રદ્ધા, સંસ્કાર અને જવાબદારીનો અનોખો ઉત્સવ ઉજવાયો હતો. અમરબેનનું આ પગલું સૌ યુવાનો અને ફર્સ્ટ ટાઈમ વોટર માટે યાદગાર પ્રેરણા બની રહેશે.

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કોળી સેનાના યુવા પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકીએ ભાવનગરમાં મતદાન કરી લોકશાહી પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો

મતદાન એ અધિકાર સાથે રાષ્ટ્રીય ફરજ પણ છે, દરેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ :…

ડો. ધર્મિષ્ઠા બેન દવે દ્વારા ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે ‘નારી શક્તિ વંદન કાર્યક્રમ’ યોજાયો

વિદ્યાવિહાર કેળવણી મંડળ દ્વારા બહેનોનું સન્માન કરાયું ભાવનગર, તા. ૧૯/૦૪/૨૦૨૬…

1 of 77

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *