મોરારીબાપુ,જગતગુરુ શંકરાચાર્યજી સહિત દેશભરના સંતો-મહંતો અને અગ્રણીઓની પાવન ઉપસ્થિતિમાં યોજાશે મહાયજ્ઞ અને ધર્મસભા
ઉમરાળા તાલુકાના ધોળા મુકામે સંવત 2082ના પુરુષોત્તમ માસ નિમિત્તે વૈદિક સનાતન ધર્મોત્સવ, શ્રી વિષ્ણુ મંડપ તથા પંચકુંડી સુંદરકાંડ અને નવચંડી હોમાત્મક મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગુરુકૃપાપાત્ર શ્રી કનુબાપુ કબીર (શિવ લહેરી)ના પાવન આશયથી આયોજિત આ ધાર્મિક મહોત્સવ તા. 17 અને 18 મે 2026 દરમિયાન યોજાશે.
પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી રામચંદ્રજી મહારાજ, શ્રી હનુમાનજી મહારાજ અને રાજ રાજેશ્વરી માતા ત્રિપુરા સુંદરીની અસીમ કૃપાથી પૂજ્ય મણીમા,પૂજ્ય જીણારામબાપુ તથા પૂજ્ય લીલાબાના સ્મરણાર્થે આયોજિત આ પ્રસંગમાં પંચકુંડી સુંદરકાંડ હોમાત્મક યજ્ઞ,નવચંડી હોમાત્મક યજ્ઞ તથા 108 કુમારિકા પૂજન જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
તા.17 મે, રવિવારે સવારે સ્થંભ રોપણ,મંડપના સામૈયા,નવચંડી યજ્ઞ, કુમારિકા પૂજન અને ગૌમાતા પૂજન બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવશે. રાત્રે યોજાનાર સંતવાણી કાર્યક્રમમાં ભજનિક નિરંજન પંડ્યા,માયાભાઈ આહીર અને શૈલેષબાપુ મહારાજ ભજનરસ પીરસશે.
તા.18 મે, સોમવારે સવારે નવચંડી યજ્ઞ અને બપોરે મહાપ્રસાદ બાદ શોભાયાત્રા તેમજ બપોરે 2:30 કલાકે વિશાળ ધર્મસભા યોજાશે. ધર્મસભામાં દ્વારકા શક્તિપીઠાધિશ્વર અનંતશ્રી વિભૂષિત જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સહજાનંદ સરસ્વતીજી મહારાજના અધ્યક્ષસ્થાને પ્રાતઃસ્મરણીય પૂજ્ય મોરારીબાપુ,પૂજ્ય મહામંડલેશ્વરશ્રીઓ તથા સંત-મહંતોની પાવન ઉપસ્થિતિ રહેશે.
આ પાવન પ્રસંગે સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારતભરમાંથી અનેક પૂજ્ય સંતો-મહંતો અને કથાકારશ્રીઓ ઉપસ્થિત રહેશે. જેમાં પૂજ્ય મોરારીબાપુ, અનંતશ્રી વિભૂષિત પશ્ચિમામ્નાય સામવેદીય દ્વારકા શક્તિપીઠાધિશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી સહજાનંદ સરસ્વતીજી મહારાજ,પૂજ્ય સંત શ્રી લાલબાપુ (ગાયત્રી આશ્રમ, ગધેથડ), પૂજ્ય શેરનાથ બાપુ, પૂજ્ય કરસનદાસ બાપુ (પરબધામ), પૂજ્ય સુખદેવદાસ બાપુ (દાણીધાર ધામ), પૂજ્ય સીતારામ બાપુ (લોહંગ ધામ, ગોંડલ) પૂજ્ય ગરીબરામબાપુ (નાની ખોડીયાર,વરતેજ) પૂજ્ય નારાયણ આનંદજી મહારાજ (દ્વારકા) પૂજ્ય રમજુબાપુ (અંબિકા આશ્રમ, સાંગાણા) પૂજ્ય નિર્મળાબા (વિહળધામ,પાળીયાદ)પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુ (તોરણીયા)પૂજ્ય જીણારામબાપુ (સિહોર)પૂજ્ય લહેરગીરીબાપુ (થાણાપતિ,કોટીયા), પૂજ્ય વિજયદાસબાપુ (સતાધાર), પૂજ્ય રામબાપુ (નગાલાખાના ઠાકર, બાવળીયાળી) પૂજ્ય શંભુનાથજી બાપુ (ઝાંઝરકા) પૂજ્ય રઘુનંદનદાસબાપુ (વાંકીયા હનુમાનજી, આંબલા) તથા પૂજ્ય હનુમાનદાસ બાપુ (કંથારીયા) સહિતના સાધુ-સંતો, મહંતશ્રીઓ અને કથાકારો પધારશે.
મહાપ્રસાદ નિમિત્તે આસપાસના 10 ગામોમાં ગામ ધુમાડા બંધ રહેશે. રાત્રિના સંતવાણી કાર્યક્રમમાં લોકપ્રિય લોકગાયક કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહીર,જીતુભાઈ દ્વારકાવાળા સહિત અનેક નાના-મોટા ભજનિકો અને ગાયકો સંતવાણી પીરસશે.
આ પાવન પ્રસંગે રાજ્ય અને સામાજિક ક્ષેત્રના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. જેમાં નેક નામદાર યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ,નામદાર ઠાકોર સાહેબ રાઘવેન્દ્રસિંહ (વળા સ્ટેટ) દરેડ દરબાર રાઘવેન્દ્રસિંહ ગોહિલ,કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા,કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી,રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ,દ્વારકા ધારાસભ્ય પબુભા માણેક,જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલ,પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા,પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા), પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા,મહેન્દ્રસિંહ સરવૈયા,પેથાભાઈ આહીર,રઘુભાઈ હુંબલ,પાર્થભાઈ ગોંડલીયા,પ્રતાપભાઈ આહીર,જયરાજભાઈ આહીર,કિરીટભાઈ હુંબલ,જગદીશભાઈ ભીંગરાડિયા,કે.કે. ગોહિલ તથા શ્રીમતી કીર્તિબેન દાણીધારિયા ઉપસ્થિત રહેશે.
સમગ્ર આયોજનમાં આત્મજન અને પ્રેરણાસ્ત્રોત શ્રી હરુબાપુ ગોંડલીયા (અધ્યક્ષ,શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ,ભાવનગર) સહિત શ્રી રોકડિયા હનુમાનજી મંડળ,શ્રી પ્રગતિ મંડળ,શ્રી બાલા હનુમાનજી મંડળ,શ્રી ધનાબાપા સેવા સમિતિ,શ્રી મોમાઈ મંડળ,સંત શ્રી કાળુબાપુ (મુનીબાપુ) આશ્રમ,હડમતીયા સેવક સમુદાય તથા અનેક સેવાભાવી મંડળો સેવા સહયોગ આપી રહ્યા છે















