ગઢડા શહેરમાંથી જનહિતનો એક મોટો પ્રશ્ન આખરે ઉકેલાયો છે. શહેરના ભડલીના જાપા ના વિસ્તારમાં આવેલી વર્ષો જૂની અને અત્યંત જર્જરિત હાલતમાં ઉભેલી પાણીની ટાંકીને આજે તંત્ર દ્વારા તોડી પાડવામાં આવી છે. આ જોખમી ટાંકીને કારણે સ્થાનિક રહીશોના માથે સતત અકસ્માતનો ખતરો તોળાતો હતો, જેમાંથી હવે લોકોને મુક્તિ મળી છે. જનતાના પ્રશ્ને વિપક્ષ એકજૂથ થયો
આ ગંભીર સમસ્યા અંગે ગઢડા નગરપાલિકાના કોંગ્રેસના કોર્પોરેટર અને વિરોધ પક્ષના નેતા મિતભાઈ ડાંગર તેમજ ગઢડા શહેર આમ આદમી પાર્ટીના મંત્રી રાજભાઈ આહીર દ્વારા સંયુક્ત રીતે તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. પક્ષભેદ ભૂલીને જનતાના હિત માટે બંને નેતાઓએ જે રીતે તંત્રમાં ધારદાર રજૂઆત કરી, તેણે વહીવટી તંત્રને વહેલી તકે એક્શન લેવા મજબૂર કર્યું હતું.
તંત્રએ લીધો ત્વરિત નિર્ણય લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અને વિપક્ષી નેતાઓની રજૂઆતને માન આપીને નગરપાલિકા તંત્ર દ્વારા આજે તાકીદે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભારે સાવચેતી સાથે આ જર્જરિત ટાંકીને જમીનદોસ્ત કરી દેવામાં આવી છે. ટાંકી ધરાશાયી થતાં જ સ્થાનિક રહીશોએ મોટી રાહતનો શ્વાસ લીધો હતો.
“લોકોની સુરક્ષા એ જ અમારી પ્રાથમિકતા છે. વર્ષો જૂની આ ટાંકી ગમે ત્યારે મોટી હોનારત સર્જી શકે તેમ હતી. અમારી રજૂઆતને ગંભીરતાથી લઈ કામગીરી કરવા બદલ અમે તંત્રનો આભાર માનીએ છીએ.”
મિતભાઈ ડાંગર (વિપક્ષી નેતા) અને રાજભાઈ આહીર (મંત્રી, AAP) સ્થાનિકોમાં ખુશીનો માહોલ વર્ષો જૂની આ જોખમી ટાંકી દૂર થતાં જ ભડલીના જાપા વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોએ મિતભાઈ ડાંગર અને રાજભાઈ આહીરની સક્રિય કામગીરીની પ્રશંસા કરી હતી
















