૧૯૪૭ થી ૨૦૨૬ સુધીમાં અમરેલી થી વિસાવદર રેલ્વે ટ્રેક પર વન્યપ્રાણી ઓના આકસ્મિક મોત ની ધટના વિશે માહિતી માંગી
અમરેલી થી ચલાલા- ધારી- વિસાવદર બ્રોડગેજ સુવિધા ની વ્યાજબી માંગ સાથે ધારી પત્રકાર સંઘ તેમજ જાગૃત નાગરિકો દ્વારા ચલાવવામાં આવી રહેલ બિનરાજકીય મિશન બ્રોડગેજ કમેટી દ્વારા જનજાગૃતિ, સહી ઝુંબેશ, ઈમેઈલ ઝુંબેશ, લેખિત તેમજ મૌખિક રજુઆતો કરવામાં આવી રહેલ છે ત્યારે આજરોજ ધારી ગીર પુર્વ – વનવિભાગ કચેરી ખાતે વન સંરક્ષક વિકાસ યાદવ ની સાથે મુલાકાત વેળાએ લેખિત તેમજ મૌખિક રજુઆતો કરવામાં આવેલ.
આ સાથેજ માહિતી અધિનિયમ હેઠળ આર.ટી. આઈ એક્ટ હેઠળ માહિતી માંગવામાં આવેલ છે કે ૧૯૪૭ થી ૨૦૨૬ ના સમયગાળા દરમિયાન અમરેલી થી વિસાવદર રેલ્વે ટ્રેક પર થી પસાર થતી ટ્રેન સુવિધા ના કારણે ભુતકાળમાં કોઈ એક અકસ્માત ની ધટના બનેલી છે કે કેમ ? કોઈ અકસ્માત ની ધટના બનેલ હોય કે જેમાં વન્યપ્રાણીઓનુ આકસ્મિક મોત નિપજ્યું હોય ?? આ અંગે રજૂઆત કરવામાં આવી જે અરજીનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે અને અરજદાર ને લેખિત જવાબ આપવામાં આવે.
આ અંગે ધારી ગીર પૂર્વ વન સંરક્ષક વિકાસ યાદવ ને રજુઆત કરવામાં આવી હતી કે લાખો લોકો માટે ઉપયોગી બ્રોડગેજ સુવિધા મુદ્દે આપ શ્રી આપની ફરજ માં આવતા અનેકવિધ પ્રશ્નો બાબતે યોગ્ય કામગીરી કરશો . ત્યારે વન સંરક્ષક વિકાસ યાદવે જણાવ્યું હતું કે બ્રોડગેજ સુવિધા માટે વનવિભાગ ક્યાંય પણ આડખીલીરૂપ બનશે નહીં .
જરૂર પડ્યે અન્ડરબ્રીજ, તાર ફેન્સીગ, અન્ડરગ્રાઉન્ડ વૈકલ્પિક વ્યવસ્થા માટે પણ વન વિભાગ હંમેશા લોકોના હીત ને જોઈને ફરજ બજાવશે
ઉલ્લેખનીય છે કે અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા માટે અનેકવિધ ઉચ્ચ રજુઆતો ધારી પત્રકાર સંઘ, ધારાસભ્ય જેવી કાકડીયા, માજી ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા, ચેમ્બર ઓફ કોમર્સ વિસાવદર, બજરંગ ગ્રુપ ધારી , બ્રોડગેજ કમેટી અમરેલી, ચેમ્બર ઓફ કોમર્સ ધારી , એડવોકેટ એસોસિએશન ધારી , નયનભાઈ જોશી સહિત ચુંટાયેલા પ્રતિનિધિઓ સહિતનાઓએ કરેલ છે ત્યારે આજરોજ ધારી ગીર પૂર્વ વન સંરક્ષક વિકાસ યાદવ ની સાથે પત્રકાર હનીફ નાડ દ્વારા લેખિત તેમજ મૌખિક રજુઆતો કરવામાં આવી છે જેમાં આશા અને અપેક્ષા રાખવામાં આવે છે કે ખરેખર અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા નજીક ના સમયમાં મળી શકે એમ છે.
















