bhavnagar

ભાવનગર મંડળ RPFની સતર્કતાથી એકલો મુસાફરી કરી રહેલો સગીર બાળક સુરક્ષિત રીતે GRP/જેતલસરમાં સોંપાયો

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં રેલવે સુરક્ષા બળ (RPF)ના સતર્ક અને સંવેદનશીલ કર્મચારીઓએ માનવીય અભિગમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં એકલો મુસાફરી કરી રહેલા સગીર બાળકને સુરક્ષિત સંભાળ અને રક્ષણ માટે રાજકીય રેલવે પોલીસ (GRP), જેતલસરમાં સોંપ્યો હતો.

ભાવનગરના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, 16 ઓક્ટોબર, 2026ના રોજ પેસેન્જર ટ્રેન નંબર 59424 (વેરાવળ–રાજકોટ)માં એક સગીર બાળક એકલો મળી આવ્યો હતો. એક મુસાફર બાળકને RPF પોસ્ટ, જેતલસર ખાતે લઈ આવ્યો હતો, જ્યાં ફરજ પર તૈનાત ASI શ્રી દીપક મીનાએ તેની પૂછપરછ કરી હતી.

બાળકે પોતાનું નામ રુદ્ર, પિતાનું નામ શ્રી અમિત ગુપ્તા, ઉંમર આશરે 12–13 વર્ષ અને રહેવાસી બોઇસર, મહારાષ્ટ્ર હોવાનું જણાવ્યું હતું. પૂછપરછ દરમિયાન બાળકે જણાવ્યું હતું કે તે ઘરમાં કોઈને જાણ કર્યા વિના ટ્રેનમાં બેસીને અહીં આવી ગયો હતો.

મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ASI શ્રી દીપક મીનાએ ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર 1098 અને GRP/જેતલસરને ફોન દ્વારા જાણ કરી હતી. ચાઇલ્ડ હેલ્પલાઇન તરફથી મળેલી સલાહ અનુસાર, બાળકની સુરક્ષા, સંભાળ અને બાળકલ્યાણ સંબંધિત જરૂરી કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે સ્ટેશન માસ્ટર, જેતલસરની હાજરીમાં બાળકને GRP/જેતલસરમાં સોંપવામાં આવ્યો હતો, જેથી નિયમો અનુસાર આગળની કાર્યવાહી કરી શકાય.

આ માનવીય કામગીરીની પ્રશંસા કરતાં ભાવનગરના મંડળ રેલવે પ્રબંધક શ્રી દિનેશ વર્માએ RPF કર્મચારીઓની સતર્કતા, તત્પરતા અને સંવેદનશીલતાની સરાહના કરી હતી. મંડળ સુરક્ષા આયુક્ત, ભાવનગર, શ્રી અજય શર્માના માર્ગદર્શન હેઠળ ભાવનગર મંડળ RPF દ્વારા બાળકોની સુરક્ષા અને સંરક્ષણ માટે સંબંધિત એજન્સીઓ સાથે સંકલન સાધીને ત્વરિત અને સંવેદનશીલ કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.

ભાવનગર મંડળમાં રેલવે સુરક્ષા દળ અને સંબંધિત એજન્સીઓના સંકલનથી આવા કિસ્સાઓમાં ત્વરિત, સંવેદનશીલ અને જવાબદારીપૂર્વકની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મુસાફરોને અપીલ કરવામાં આવે છે કે જો તેમને ટ્રેન અથવા સ્ટેશન પર કોઈ બાળક એકલું અથવા અસહાય સ્થિતિમાં જોવા મળે, તો તાત્કાલિક રેલવે સુરક્ષા દળ અથવા ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર 1098 પર જાણ કરે, જેથી સમયસર જરૂરી સહાય પૂરી પાડી શકાય.

ભાવનગર મંડળ મુસાફરોની સુરક્ષિત મુસાફરી સુનિશ્ચિત કરવાની સાથે બાળકો અને જરૂરિયાતમંદ વ્યક્તિઓની સહાય તથા સુરક્ષા માટે હંમેશાં સતર્ક, સંવેદનશીલ અને પ્રતિબદ્ધ છે.

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

ભાવનગર ખાતે જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન…

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

નુતનસિંહ ગોહિલ દ્વારા પ્રેરિત સુપોષણ જ્યોત પદયાત્રાનો પ્રારંભ પાલીતાણા તથા જેસર…

સતર્કતા અને સંવેદનશીલતાનું ઉદાહરણ: ભાવનગર મંડળના લોકો પાયલટોએ 03 એશિયાઈ સિંહોને સુરક્ષિત બચાવ્યા

ભાવનગર મંડળ, પશ્ચિમ રેલવેની વન્યજીવ સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું વધુ એક…

1 of 86

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *