bhavnagar

જાળિયા ગામે શ્રીમદ્ ભાગવત કથાનો પ્રારંભ થયો

શિવકુંજ આશ્રમમાં વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને કથા; મોરારિબાપુએ શુભકામના સંદેશ મોકલ્યો

ઉમરાળા તાલુકાના જાળિયા ગામના શિવકુંજ આશ્રમમાં નૂતનવર્ષે બુધવાર અને ભાઈબીજના પર્વથી શ્રીમદ્ ભાગવત કથાનો પ્રારંભ થયો. શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને યોજાતી કથામાં મોરારિબાપુએ શુભકામના અને પ્રસન્નતાનો સંદેશ મોકલ્યો હતો.

પ્રથમ દિવસે પોથીયાત્રા યોજાઈ હતી. શ્રી વિશ્વાનંદ માતાજીએ સંકીર્તન, સ્તુતિ અને વંદના સાથે કથાગાન શરૂ કર્યું. કથા પહેલાં રાષ્ટ્રવંદના સાથે ‘વંદે માતરમ્’ ગવાયું અને સંતો તથા મહાનુભાવોએ દીપ પ્રગટાવ્યો. પ્રસંગે શ્રી શ્રી રામભારતીબાપુ, હબીબ માડી, મહેશભાઈ ગઢવી, જાળેશ્વર મહાદેવ અને રામજી મંદિર પરિવારના સભ્યો સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા.

નીતિનભાઈ માણિયાએ સ્વાગત પ્રવચન આપ્યું. બીજા દિવસે વ્યાસપીઠ પરથી કથાગાન સાથે સંકીર્તન અને વિવિધ પ્રસંગોનું વર્ણન થયું. કથામાં કથાનું મહાત્મ્ય પણ સમજાવવામાં આવ્યું.

શ્રી આત્માનંદ સરસ્વતીજીએ સનાતન ચેતના અંગે પ્રવચન આપ્યું. શ્રી કરુણા માતાજી, શ્રી વશરામબાપુ અને પત્રકાર નિલેષ ઢીલા સહિતના મહાનુભાવો કથામાં જોડાયા. દાતાઓ, અગ્રણીઓ અને ધર્મપ્રેમીઓના સહયોગથી યોજાતી કથાનો લાભ જાળિયા અને આસપાસનાં ગામોના લોકો લઈ રહ્યા છે.

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આંતરરાષ્ટ્રીય લોકસાહિત્યકાર શ્રીમાયાભાઈ આહીરનો સન્માન સમારોહ અને નવરાત્રી મહોત્સવ સંપન્ન

વીર આહીર દેવાયત બોદર ચેરિટેબલ ટ્રસ્ટ, ભાવનગર દ્વારા સમાજની એકતા, અખંડિતતા અને…

1 of 87

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *