Devotional

લાઠી ખાતે વાગડીયા આહીરોના કુળદેવી જેતબાઈ માતાજીના રથનું ભવ્ય સ્વાગત

25 ઘોડા, 200થી વધુ કાર અને હજારો શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં ઢોલ-નગારાના નાદ સાથે માતાજીનું આગમન

અમરેલી જિલ્લાના લાઠી ખાતે સમસ્ત વાગડિયા આહીર સમાજનાં કુળદેવી આઈ શ્રી જેતબાઈ માતાજીનો રથ તા.14 નવેમ્બર, 2026ના રોજ લાભ પાંચમના પવિત્ર દિવસે લાઠી આવી પહોંચતાં આહીર સમાજ દ્વારા ઉમળકા ભેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

કચ્છના વાગડ વિસ્તારમાંથી વર્ષો પહેલા વાગડીયા આહીરો સાથે આઈ જેતબાઈ માતાજી પણ ભાવેણાની ધીંગી ધરા પર આવ્યા હોવાનો ઇતિહાસ છે વર્ષોથી પાલડી ધામ આસપાસ વસવાટ કરતા વાગડીયા આહીર સમાજ દ્વારા પાલડી ગામ નજીક 50 વિઘા જમીન પર આઈ જેતબાઈ માઁ ધામ સાથે શિક્ષણના ઉમદા હેતુ સાથે નિર્માણ કાર્યના આરંભ પહેલા આઈ જેતબાઈ માતાજી રથ મારફતે સમસ્ત વાગડીયા આહીરોનો જ્યાં વસવાટ છે તેવા 50થી વધુ ગામે આઈ જેતબાઈ માતાજીનો રથ જશે અને ત્યાં સ્થાનિકો દ્વારા માતાજીનુ દિવ્ય અને ભવ્ય સ્વાગત કરવામાં આવશે તેમ ટ્રસ્ટીઓ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ

વર્ષો બાદ પાલડી ખાતેથી આઈ જેતબાઈ માતાજીના રથને વાંકિયા હનુમાનજીના મહંત શ્રી રવુબાપુ દ્વારા પ્રસ્થાન કરાવ્યું હતુ વર્ષો પછી રથ પ્રથમ વખત વાગડિયા આહીર સમાજનાં વિવિધ ગામોમાં દર્શનાર્થે નીકળ્યો છે. આ રથનું અંતિમ મુકામ ભાવનગર જિલ્લાના સોનગઢ નજીક આવેલું પાલડી ગામ હોવાનું જણાવાયું છે.

આઈ જેતબાઈ માતાજીના રથના આગમન પ્રસંગે લાઠી આહીર સમાજ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 20થી 25 ઘોડા, 200થી વધુ ફોર વ્હીલર વાહનો અને હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. ઢોલ નગારાના ગુંજતા નાદ અને ‘જય માતાજી’ના ગગનભેદી જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

લાઠી શહેરમાં ઘોડા અને વાહનો સાથે આઈ જેતબાઈ માતાજીની શોભાયાત્રા યોજાઈ હતી. જેમાં આહીર સમાજના ભાઈઓ, બહેનો, યુવાનો તેમજ વડીલોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. માતાજીના રથનાં દર્શન કરવા અને સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં આહિર સમાજ ઉમટી પડતાં સમગ્ર શહેરમાં ધાર્મિક ઉત્સાહ અને આસ્થાનો માહોલ જોવા મળ્યો હતો.

સમાજની એકતા, પરંપરા અને કુળદેવી પ્રત્યેની અખૂટ શ્રદ્ધાનું આ આયોજન યાદગાર બન્યું હતું.

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

BAPS સ્વામિનારાયણ મંદિર, મહુવા દ્વારા.ઐતિહાસિક ભવ્યાતિભવ્ય અન્નકૂટ ઉત્સવ નું સંપન્ન થયેલ વિશિષ્ટ આયોજન

દીપાવલી ના તહેવારો દરમિયાન હિંદુ સંસ્કૃતિ મુજબ ચોપડા પૂજન ,લક્ષ્મી પૂજન, શારદા…

1 of 31

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *