bhavnagar

ભાવનગર શહેરમાં નિર્માણ પામશે બીએપીએસ શ્રી સ્વામિનારાયણનગર, સંસ્કારધામ.

સનાતન ભારતીય સંસ્કૃતિના મુખ્ય ત્રણ આધાર સ્તંભો છે. મંદિર, શાસ્ત્ર અને સંત. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણે મંદિર નિર્માણની પરંપરાનો પ્રારંભ કરેલો જે આ જ પર્યંત ચાલી રહેલ છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી દેશ-વિદેશમાં ભવ્ય મંદિરો તથા સંસ્કારધામો નિર્માણ પામી રહ્યા છે. આ મંદિરો તથા સંસ્કારધામ અધ્યાત્મની સાથે સાથે સંસ્કાર, સમાજસેવા, શિક્ષણ અને સ્વાસ્થ્યની ગંગોત્રી વહાવી રહ્યા છે.

મંદિરોની આ પરંપરામાં ભાવનગર શહેરના દેસાઈનગર વિસ્તારમાં બીએપીએસ શ્રી સ્વામિનારાયણનગર સંસ્કારધામ નિર્માણ પામશે. આ સંસ્કાર ધામની ખાતમુહૂર્ત વિધિ વિશ્વ વંદનીય સંત પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના 104 માં જન્મદિવસના પવિત્ર દિવસે તા.૨૮.૧૧.૨૫ ના રોજ અક્ષરવાડી સ્વામિનારાયણ મંદિરના વરિષ્ઠ સંત પૂજ્ય સોમપ્રકાશ સ્વામી , કોઠારી સંત પૂજ્ય યોગ વિજય સ્વામી , સંતો , મહાનુભવો તથા હરિભક્તોની ઉપસ્થિતિમાં સંપન્ન થઈ. પ્રારંભમાં ગર્ત માં પધરાવવામાં આવનાર ઈંટોનું પૂજન, વાસ્તુ દેવતાઓનું પૂજન તથા સૌનું હિત થાય એવી શુભભાવના સાથે વૈદિક મહાપૂજા કરવામાં આવેલ.

આ પ્રસંગે પૂજ્ય સોમપ્રકાશ સ્વામીએ મંદિરોની જરૂરિયાત જણાવતા કહ્યું કે જેમ કોઈપણ કાર્ય કરવા માટે સ્થાનની જરૂર પડે છે તેમ ભગવાન ભજવા માટે , સંતાનોમાં સંસ્કારોના સિંચન માટે , આદર્શ સમાજના નિર્માણ તેમજ સેવા કાર્યો માટે મંદિરોની જરૂર પડે છે અને આ નૂતન સંસ્કાર ધામ દ્વારા સૌને આગામી સમયમાં લાભ પ્રાપ્ત થશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“ભાવનગર મંડળના કર્મચારીઓએ દર્શાવી ઈમાનદારી : ટ્રેનમાં ભૂલાયેલ મહિલા મુસાફરનો આઈફોન સુરક્ષિત પરત આપ્યો”

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના કર્મચારીઓએ પોતાની ઈમાનદારી અને કર્તવ્યનિષ્ઠાનો…

સણોસરાનાં શ્રી દાનેવ આશ્રમના ગાદીપતિ મહંત શ્રી નિરુબાપુ બન્યાં જગતગુરુ શ્રી નિરુદેવાચાર્યજી મહારાજ

મંગલપીઠાધીશ જગતગુરુ શ્રી માધવચાર્યજીની નિશ્રામાં યોજાયો સમારોહ ગોહિલવાડમાં ધર્મ…

1 of 75

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *