bhavnagar

પાલીતાણાની દીકરી ઇલા મકવાણા આર્મીની ટ્રેનની પૂર્ણ કરી પોતાના વતન પરત આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તા/30/12/2025 ના રોજ ઢોલ નગારા ડીજેના તાલ સાથે શોભાયાત્રા કાઢવામાં આવી

દેશસેવાની ભાવના, શિસ્ત, હિંમત અને આત્મવિશ્વાસનું ઉત્તમ પ્રતિક બની દીકરી ઈલા મકવાણાએ સમગ્ર સમાજ સાથે પાલિતાણાનું ગૌરવ વધાર્યું છે

દીકરી ઈલા મકવાણા પશ્ચિમ બંગાળ ખાતે BSF (બોર્ડર સિક્યુરિટી ફોર્સ) ની કઠિન તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી પોતાના વતન પરત પધાર્યા છે

જૈન સેવા સમાજના દવાખાના પાસેથી શહેરની મુખ્ય બજારમાં શોભા યાત્રા ફેરવવામાં આવી એસટી બસ સ્ટેન્ડ પાસે યાત્રા પૂર્ણ કરવામાં આવી

આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ ભવ્ય સ્વાગત સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે પરિવારજનો, સમાજના આગેવાનો, મિત્રો તથા નગરજનો દ્વારા દીકરી ઈલાનું સન્માન કરી તેમની સફળતાને વધાવવામાં આવી આ સમારોહ નારી શક્તિ, દેશભક્તિ અને યુવાનો માટે પ્રેરણારૂપ બનશે

રિપોટર વિજય જાદવ પાલિતાણા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચનો નવમો પૂર્ણાંક હવે 20 થી 22 ધરમપુરમાં તખુભાઈ સાંડસુરના સંયોજન હેઠળ આયોજન

ભાવનગર ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચના માધ્યમથી દર વર્ષે ગુજરાતના વિવિધ…

“ભાવનગર મંડળના કર્મચારીઓએ દર્શાવી ઈમાનદારી : ટ્રેનમાં ભૂલાયેલ મહિલા મુસાફરનો આઈફોન સુરક્ષિત પરત આપ્યો”

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના કર્મચારીઓએ પોતાની ઈમાનદારી અને કર્તવ્યનિષ્ઠાનો…

1 of 76

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *