bhavnagar

ઓપીડી સમય પરિવર્તનથી મંડળ રેલવે હોસ્પિટલ ભાવનગરમાં નવી ઊર્જા, કર્મચારીઓ અને દર્દીઓમાં ખુશીની લાગણી

ભારતીય રેલવે બોર્ડના માર્ગદર્શન મુજબ પશ્ચિમ રેલવે અંતર્ગત મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગરમાં ઓપીડી સમયસૂચીમાં કરવામાં આવેલ તાજેતરનો ફેરફાર દર્દીઓ તથા કર્મચારીઓની સુવિધાને કેન્દ્રમાં રાખીને લેવામાં આવેલ એક મહત્વપૂર્ણ અને જનહિતકારી પગલું સાબિત થઈ રહ્યો છે. આ સુધારાથી હોસ્પિટલની આરોગ્ય સેવાઓમાં કાર્યક્ષમતા, સમય વ્યવસ્થાપન તથા દર્દી સંતોષમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.

અગાઉ હોસ્પિટલની ઓપીડી સેવાઓ સવારે 09:00 વાગ્યાથી બપોરે 01:00 વાગ્યા સુધી તથા સાંજે 04:00 વાગ્યાથી 06:00 વાગ્યા સુધી ચાલુ રહેતી હતી. બપોર દરમિયાન લગભગ ત્રણ કલાકના અંતરાલને કારણે દૂરદરાજથી આવનારા દર્દીઓ તથા રેલવે કર્મચારીઓને અનાવશ્યક રાહ જોવી પડતી હતી.

પરિવહન સુવિધાઓ મર્યાદિત હોવાના કારણે અનેક વખત કર્મચારીઓ અને તેમના આશ્રિતોને સાંજ સુધી રોકાવું અથવા બીજા દિવસ સુધી રહેવું પડતું હતું,જેના કારણે સમય અને સંસાધનોનું નુકસાન થતું અને અસુવિધા અનુભવાતી હતી.

નવી સમયસૂચિ મુજબ હવે ઓપીડી સેવાઓ સવારે 09:00 વાગ્યાથી બપોરે 01:00 વાગ્યા સુધી તથા બપોરે 02:00 વાગ્યાથી સાંજે 04:00 વાગ્યા સુધી સતત ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

આ સુવ્યવસ્થિત વ્યવસ્થાથી દર્દીઓને સમયસર તબીબી પરામર્શ, જરૂરી તપાસો તેમજ દવાઓનું વિતરણ સરળતાથી મળી રહ્યું છે. હવે દર્દીઓ સાંજે 04:00 વાગ્યા સુધી પોતાની સારવાર પ્રક્રિયા પૂર્ણ કરીને પોતાના ગંતવ્ય સ્થાને સરળતાથી પ્રસ્થાન કરી શકે છે.

આ સકારાત્મક પરિવર્તનથી હોસ્પિટલ પરિસરમાં નવી ઊર્જા અને ઉત્સાહનો માહોલ સર્જાયો છે. કર્મચારીઓમાં સંતોષ અને પ્રેરણાની ભાવના જોવા મળી રહી છે, જ્યારે દર્દીઓ અને તેમના પરિવારજનો દ્વારા પણ આ પહેલની દિલથી પ્રશંસા કરવામાં આવી રહી છે.

આ સુધારો હોસ્પિટલ પ્રશાસનની સેવાભાવના, સંવેદનશીલ અભિગમ તથા ઉત્તમ આરોગ્ય સેવાઓ પ્રદાન કરવાની પ્રતિબદ્ધતાનું સ્પષ્ટ પ્રતિબિંબ છે.

ઓપીડી સમયમાં કરવામાં આવેલ આ પરિવર્તન માત્ર અસરકારક સમય વ્યવસ્થાપનનું ઉત્તમ ઉદાહરણ નથી, પરંતુ “દર્દી પ્રથમ”ની ભાવનાને મજબૂત બનાવતાં રેલવે આરોગ્ય સેવાઓને વધુ સુલભ, સુવ્યવસ્થિત અને જનકેન્દ્રિત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહ્યું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“ભાવનગર મંડળના કર્મચારીઓએ દર્શાવી ઈમાનદારી : ટ્રેનમાં ભૂલાયેલ મહિલા મુસાફરનો આઈફોન સુરક્ષિત પરત આપ્યો”

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના કર્મચારીઓએ પોતાની ઈમાનદારી અને કર્તવ્યનિષ્ઠાનો…

સણોસરાનાં શ્રી દાનેવ આશ્રમના ગાદીપતિ મહંત શ્રી નિરુબાપુ બન્યાં જગતગુરુ શ્રી નિરુદેવાચાર્યજી મહારાજ

મંગલપીઠાધીશ જગતગુરુ શ્રી માધવચાર્યજીની નિશ્રામાં યોજાયો સમારોહ ગોહિલવાડમાં ધર્મ…

1 of 75

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *