તા. ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬, શનિવારના રોજ યશવંતરાય નાટ્યગૃહ ખાતે ભવ્ય રીતે યોજાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ મંગલ પ્રાર્થના અને મહેમાનોના હસ્તે દીપ પ્રજ્વલનથી થયો હતો.
ત્યારબાદ કોલેજના પ્રિન્સિપાલશ્રી ડૉ. બલભદ્રસિંહ આર. ચુડાસમાએ ઉપસ્થિત મહેમાનશ્રીઓનું હાર્દિક શાબ્દિક સ્વાગત કરી, મહેમાનોનો પરિચય કરાવી, કૉલેજે વર્ષ દરમિયાન શૈક્ષણિક, સંશોધન, રમતગમત,એન.એસ.એસ.,એન.સી.સી., સમગ્ર યુનિવર્સિટીમાં આ કૉલેજની રેન્કર્સ વિદ્યાર્થિનીઓ અને વિવિધ સહઅભ્યાસિક ક્ષેત્રોમાં પ્રાપ્ત કરેલી સિદ્ધિઓનો સચોટ શબ્દોમાં ,સંક્ષિપ્ત પરંતુ અસરકારક રીતે પરિચય કરાવ્યો હતો.
તેમણે વિદ્યાર્થિનીઓના સર્વાંગી વિકાસ માટે સંસ્થાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.સમારોહના અધ્યક્ષ તરીકે માન.મહેન્દ્રભાઇ ત્રિવેદી , (પૂર્વ ગૃહરાજ્યમંત્રી ગુજરાત રાજ્ય), મુખ્ય મહેમાન હિતેન્દ્રસિંહ પઢેરિયા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી (ભાવનગર) ઉપસ્થિત રહ્યા હતા.
આમંત્રિત મહેમાન તરીકે માનનીય શ્રીમતી આરૂષીબેન એમ. ગણાત્રા, પ્રમુખશ્રી (શ્રીમતી આર.ડી. ગાર્ડી ભાવનગર સ્ત્રી કેળવણી મંડળ), મંડળના મુખ્ય કાર્યપાલક અધિકારીશ્રી ડૉ. જે.પી. મજમુદારે પ્રેરક હાજરી આપી વિદ્યાર્થિનીઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંબોધન કર્યું હતું.
માનનીય ડૉ. જે.પી. મજમુદાર સાહેબે બહોળી સંખ્યામાં વિદ્યાર્થિનીઓના હાથમાં પારિતોષિકો અને મેડલ્સ જોઈ આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.
તેમણે તમામ વિજેતા વિદ્યાર્થિનીઓને અભિનંદન પાઠવી તેમની ભાવિ ઉજ્જવળ કારકિર્દી માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી તથા જીવનમાં સતત પ્રયત્નશીલ રહેવા પ્રેરણા આપી હતી.
માન. મહેન્દ્રભાઈ ત્રિવેદીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં સંસ્થાનો પાયો નાખનાર મહાનુભાવોને ભાવપૂર્વક યાદ કર્યા અને જણાવ્યું કે આ સંસ્થા માત્ર શૈક્ષણિક કેન્દ્ર નહીં પરંતુ એક તીર્થસ્થાન સમાન છે, જ્યાં સંસ્કારોનું સિંચન થાય છે.વધુમાં તેમણે કહ્યું કે આધુનિકતાના ખોટા ખ્યાલે પર્યાવરણને દુષિત બનાવ્યું છે,
તેથી પર્યાવરણ, પ્રકૃતિ અને કુદરતી સંસાધનોના સંરક્ષણ માટે દરેકે પ્રતિબદ્ધ થવું જોઈએ. માન. પઢેરિયા સાહેબે પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે અહીં બેઠેલી દરેક દીકરી અને તેમના વાલીઓની આંખોમાં અનેક સપનાઓ છે અને તે સપનાઓને સાકાર કરાવવા માટે સંસ્થા માર્ગદર્શન અને તકો પૂરી પાડવામાં તત્પર છે તે જોઇને અત્યંત ગૌરવ પ્રતીત થાય છે.
તેમણે વિદ્યાર્થિનીઓને સંદેશ આપ્યો કે “તમે જેવું વિચારશો, તેવું બનશો”, તેથી હંમેશાં મોટું અને સકારાત્મક વિચારો. પોતાના અર્ધજાગૃત મનની શક્તિને ઓળખી તેનો સદુપયોગ કરો અને જીવનમાં પ્રેરણાદાયક પુસ્તકોનું વાચન કરીને વ્યક્તિત્વ વિકાસ તરફ આગળ વધો.
કાર્યક્રમ દરમિયાન મહેમાનશ્રીઓના વરદહસ્તે શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તમ ગુણ પ્રાપ્ત કરનાર, સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, રમતગમત, એન.એસ.એસ., એન.સી.સી. તેમજ સાંસ્કૃતિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ૧૫૦થી વધુ વિદ્યાર્થિનીઓને વિવિધ દાતાશ્રીઓના નામે પારિતોષિકો, ટ્રોફી અને પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા.
સમગ્ર ભાવનગર જિલ્લાને રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચીને વિશેષ ગૌરવ અપાવનાર આ કૉલેજની ૨૧ વિદ્યાર્થિનીઓને તેમજ સમગ્ર ભાવનગર યુનિ.માં બી.એ.તથા બી.કોમ.ના અંતિમ વર્ષના વિવિધ વિષયોમાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કરનાર આ કૉલેજની ૧૨ વિદ્યાર્થિનીઓનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું.
આ પ્રસંગે વિજેતા વિદ્યાર્થિનીઓના માતા-પિતાની ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ ગૌરવશાળી બનાવ્યો હતો. પારિતોષિક વિતરણ સમારોહ પછી વિદ્યાર્થિનીઓ દ્વારા રંગબેરંગી સાંસ્કૃતિક કાર્યક્રમોની ભવ્ય અને પ્રભાવશાળી રજૂઆત કરવામાં આવી હતી.
ગીત, શાસ્ત્રીય અને લોકનૃત્ય, નાટ્યપ્રસ્તુતિઓ તથા લોકકલાના કાર્યક્રમોએ ઉપસ્થિત મહાનુભાવો અને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ખાસ કરીને “રંગોત્સવ–૨૦૨૬”ના થીમને અનુરૂપ રજૂઆતોમાં રાષ્ટ્રીય એકતા, નારીશક્તિ અને સામાજિક જાગૃતિનો સંદેશ પ્રગટ થયો હતો.
કાર્યક્રમના અંતે આઈ.ક્યુ.એ.સી. કૉ-ઓર્ડિનેટર ડૉ. વિરમભાઈ વાળાએ ઉપસ્થિત મહેમાનશ્રીઓ,મંડળના હોદ્દેદારશ્રીઓ, દાતાશ્રીઓ,સ્ટાફ, માતા-પિતા તથા વિદ્યાર્થિનીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમમાં મદદનીશ નિયામક શ્રીમતી નીમિતાબેન મહેતા, પ્રેયાબેન, પાયલબેન, ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠન સંસ્કૃતાના બહેનો, પૂર્વ સ્ટાફ મેમ્બર્સ તેમજ અન્ય કર્મચારીઓ, વિવિધ સંસ્થાના આચાર્યશ્રીઓ અને આમંત્રિત મહેમાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. મૃણાલબેન ભટ્ટ તેમજ કૉલેજની વિદ્યાર્થિનીઓ આસ્થા વ્યાસ,જાનવી દેવલુક અને ભૂમિ ખાંભલિયા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કૉલેજની ૭૦૦થી વધુ સંખ્યામાં વિદ્યાર્થિનીઓ ઉત્સાહપૂર્વક હાજર રહી સમગ્ર કાર્યક્રમનો આનંદ માણ્યો હતો અને કાર્યક્રમને ભવ્ય સફળતા અપાવી હતી. સંસ્થાના તમામ પ્રાધ્યાપકશ્રીઓ, બિનશૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થિનીઓના સાથ-સહકાર તથા સંયુક્ત પ્રયત્નોથી કાર્યક્રમ રંગેચંગે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.
















