bhavnagar

શ્રીમતી આર. ડી. ગાર્ડી ભાવનગર સ્ત્રી કેળવણી મંડળ

સ્થાપના દિન ઉજવણી પર્વ સ્ત્રી શિક્ષણ અને સશક્તિકરણની ૧૦૧ વર્ષની ગૌરવપૂર્ણ સફળ યાત્રા

શ્રીમતી આર. ડી. ગાર્ડી ભાવનગર સ્ત્રી કેળવણી મંડળ, ભાવનગર એ સ્ત્રી શિક્ષણ, સ્ત્રી સશક્તિકરણ અને અનૌપચારિક શિક્ષણના ક્ષેત્રે કાર્યરત ભાવનગરની ખૂબ જ જુની સંસ્થા છે. સંસ્થામાં કે.જી. થી પી.જી. સુધીના અભ્યાસક્રમો ચલાવતી વિવિધ સંસ્થાઓ છે અને આજ સુધીમાં અસંખ્ય વિદ્યાર્થિનીઓને શિક્ષણ પુરુ પાડી તેમને સ્વાવલંબી બનાવવામાં સંસ્થાનો અગ્રણી હિસ્સો રહ્યો છે.

સંસ્થાની સ્થાપના તારીખ: ૨૩.૦૭.૧૯૨૫ના રોજ કરવામાં આવી હતી અને ભાવનગરના ઉદ્યોગપતિઓ, સામાજિક અગ્રણીઓ અને મુખ્યત્વે ભાવનગરના રાજવી પરિવારે તેની સ્થાપના અને વિકાસમાં નોંધપાત્ર યોગદાન પ્રદાન કરેલ છે. તારીખ: ૨૩.૦૭.૨૦૨૬ના રોજ સંસ્થા દ્વારા ૧૦૧ વર્ષ પૂર્ણ કરી તેના સ્થાપના દિનની ઉજવણી ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે કરવામાં આવી હતી. આ નિમિત્તે સંસ્થાના વિવિધ વિભાગની વિદ્યાર્થિનીઓ પોતાની ક્લા કૌશલ્યની પ્રસ્તુતિ કરી. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે સર ટી. હોસ્પિટલના મેડીક્લ ઓફીસર ડૉ. ગણેશભાઇ બારૈયાએ ઉપસ્થિત રહી વિદ્યાર્થિનીઓને પ્રેરણા આપી.

કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ, સભ્યશ્રીઓ, આમંત્રિત મહેમાનશ્રીઓ, વિભાગીય વડાશ્રીઓ, સ્ટાફ પરિવાર તેમજ વિદ્યાર્થિનીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા.

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સફર

આ સંસ્થાના કન્યાઓને મફત શિક્ષણ આપવાના પાયાના વિચાર સાથે ચાલતી એકમાત્ર શાળા શ્રી…

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહતસેવા

તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે પુર અસરગ્રસ્ત વિસ્તાર એવા ઉનાશહેર, ટીંબી…

1 of 82

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *