bhavnagar

વાઘાસવામી મહારાજ ની જગ્યા માં રાધાકૃષ્ણ ભગવાનનો 17 મો પાટોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી

ભાવનગર જિલ્લાના વલભીપુરમાં પાટીવાડામાં આવેલ શ્રી વાઘાસ્વામી મહારાજની જગ્યામાં રાધાકૃષ્ણ ભગવાનનો 17 મો પાટોત્સવ પરમ પૂજ્ય જીણારામજી મહારાજ ગુરુ શ્રી વિઠ્ઠલદાસજી મહારાજ સેવક સમુદાય દ્વારા .સવારે સાડા પાંચ વાગ્યે મંગળા આરતી તેમજ આઠ કલાકે યજ્ઞ પ્રારંભ કરી ઘજા ની પૂજા વિધિ કરી 10:30 કલાકે ધર્મસભા પણ યોજવામાં આવી તેમાં ખાસ ઉપસ્થિત સંતો સંત શ્રી આત્માનંદ સરસ્વતીજી બોટાદ. વાકિયા હનુમાનજી આશ્રમ આમલાના મહંત શ્રી રવુબાપુ. મહેશદાન ગઢવી વિજ્ઞાન વક્તા બોટાદ. તેમજ વલભીપુર ભીડભંજન મહાદેવના મહંત અશ્વિન ગીરીબાપુ. વલભીપુરના ના તમામ સાધુ સંતોની ઉપસ્થિતિમાં ભવ્ય પાટોત્સવ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી સાથે સંતો મહંતો નું ફૂલના હાર અને સાલ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું. તમેજ વલભીપુર ગામજનો ખૂબ બહોળી સંખ્યામાં રાધાકૃષ્ણ ભગવાનના પાટોત્સવમાં ભક્તિ ભાવ સાથે જોડાયા હતા

આ પાટોત્સવમાં ઉપસ્થિત વલભીપુર નગરપાલિકા પ્રમુખ વલ્લભભાઈ કામ્બડ. વલભીપુર શહેર ભાજપ પ્રમુખ નીતિનભાઈ ગુજરાતી. વલભીપુર તાલુકા ભાજપ પ્રમુખ પદુભા ગોહિલ. વલભીપુરના પીએસઆઇ પ્રતાપસિંહ ઝાલા. વલભીપુરના ઉદ્યોગપતિ ભગવાનભાઈ ગુજરાતી. ઉદ્યોગપતિ વિનુભાઈ કાનાણી. ઉમરાળા તાલુકા ભાજપ પ્રમુખ પ્રતાપભાઈ પેથાભાઇ આહીર. વલભીપુરના પૂર્વ તાલુકા પ્રમુખ વશરામભાઈ આહીર. રાજેન્દ્રસિંહ ગોહિલ ચમારડી.બોટાદ સમાચારના તંત્રી નિરજભાઈ દવે.

તેમજ જગ્યા ના તમામ સેવક સમુદાય નગરજનો સ્વયમ સેવકો દ્વારા 17 મો ભવ્ય પાટોત્સવ યોજવામાં આવ્યો તેમજ આ પાટોત્સવમાં તમામ ભક્તજનોએ યજ્ઞ હવન મંદિર ના દર્શન નો લાભ લીધો હતો અને મહાપ્રસાદ પણ સાથે લીધો હતો

અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અધેવાડા ખાતે સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન દ્વારા 100 કરોડ મહામૃત્યુંજય જપમાળા અભિયાન સંકલ્પ શિબિર સંપન્ન

સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન (ઈન્ડિયા) ૧૦૦ કરોડ મહામૃત્યુંજય જપમાલા અભિયાન સંકલ્પ…

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

-ભાવનગર મેડિકલ કોલેજમાં રેગીંગની ફરિયાદની તાત્કાલિક તપાસના આદેશ, દોષિતો સામે થશે…

વડોદના ખેડૂત સંજયસિંહ ગોહિલની પ્રેરણાદાયી ગાથા પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોનું એડવાન્સ બુકિંગ થાય છે

ઉમરાળાના વડોદ ગામના પ્રગતિશીલ ખેડૂત સંજયસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ ૨૦૧૯થી…

સોમનાથ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ પ્રોજેક્ટમાં હોટેલ અને આતિથ્ય વ્યવસાય માટેના વ્યાવસાયિક અવસરો અંગે ચર્ચા

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ પુનર્વિકાસ પામતા સોમનાથ રેલવે સ્ટેશન ખાતે ઉપલબ્ધ…

1 of 79

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *