Breaking NewsLatest

શિક્ષક દિન…ધન્ય છે આવી જનેતાઓને…! ‘એ શિક્ષિકાને શાળા છોડીને કેમ દોડવુ પડ્યું…?

અમદાવાદ: શિક્ષક ચડે કે માતા…? આ પ્રશ્નનો ઉત્તર અત્યંત અઘરો છે.. એક શિક્ષક સો માતાની ગરજ સારે અને એક માતાની મમતા સામે કદાચ હજારો શિક્ષકો ઓછા પડે…બેશક એ ચર્ચાનો વિષય હોઈ શકે, પરંતુ જો શિક્ષક મહિલા હોય તો માતા અને શિક્ષકના સમન્વયસમી પ્રતિભા સામે કૂદરતની અનેક કઠણાઈઓ કે અપાર દુખને પણ નમવુ પડે…

ઘટનાક્રમ કંઈક આવો છે.. અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાનું ભાત ગામ.. ગામની પ્રાથમિક શાળામાં વિરૂબેન સરવૈયા શિક્ષક તરીકે સેવા આપે છે. ઘટના ગત માસમાં બની છે…અમદાવાદ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતી હસ્તકની ભાત પ્રાથમિક શાળામાં વિરૂબેન નિત્યક્રમ પ્રમાણે એક સવારે પહોંચ્યા…તેમને શાળાએ પહોંચાડવાની જવાબદારી તેમના પતિ શ્રી જયેશભાઈ નિભાવે છે… વિરૂબેનને શાળાએ ઉતારી તેમના પતિ પરત ફરતા હતા ત્યારે વેજલપુર નજીક તેમની નજર એક નવજાત શીશુ પર પડી…શ્રી જયેશભાઈએ તરત જ પોતાનું બાઈક ઉભુ રાખી આસપાસ નજર અને તપાસ કરી…કોઈ દેખાયુ નહી… બહુ અવઢવ પછી તેમણે પોતાની શિક્ષીકા પત્નીને ફોન કર્યો.. વિરૂબેનનો માતૃ જીવ હલબલી ગયો… એક નવજાત શીશુ રોડ પર બિનવારસી પડ્યુ હોય તે કલ્પના માત્રથીજ તેમનું હ્રદય કલ્પાંત કરવા લાગ્યુ… તેઓ ગમે તેમ કરી સ્થળ પર તેમના પતિ પાસે પહોંચ્યા… અત્યંત વ્હાલથી નવજાત બાળકને પોતાની ગોદમાં લઈ લીધુ… કૂદરતે પણ મહિલાઓને અપાર વ્હાલપ આપ્યું છે… વિરૂબેનની ગોદમાં જતા જ જાણે કે બાળકના ચહેરા પર એક સંતોષની લકીર ફરી વળી.. આકૃંદ કરતુ બાળક જાણે કે સગી માતાની ગોદ મળી હોય તેં રીતે શાંત થઈ ગયું…
વિરૂબેન કહે છે કે, ‘ મેં સ્થળ પર જઈને બાળકને ગોદમાં લઈ તો લીધુ…તેને છોડીને જવાનું મન તો શી રીતે થાય…? આસપાસ ફરીથી તપાસ કરી…આવા ફૂલ જેવા બાળકને છોડી જનારના મનમાં કદાચ રામ વસે કે તેનો અંતરાત્મા જાગી જાય અને તેને લેવા આવે તો…? એવી આશાએ હું અને મારા પતિ ક્યાંય સુધી બેસી રહ્યા… પણ અમારી આશા ઠગારી નીવડી…. કોઈ આવ્યું નહી… એટલે અમે નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરી… જે કંઈ કાયદાકીય પ્રક્રિયા કરવાની હતી તે કરીને બાળકને શ્રેયસ ક્રોસીંગ પાસે શારદા મંદિર રોડ પર આવેલા અનાથ આશ્રમમાં ભારે હૈયે મોકલી આપ્યું…’ એમ તેઓ ઉમેરે છે.
આજે પરિસ્થિતી એવી છે કે, કોઈ રોડ પર અકસ્માત થાય કે અન્ય ઘટના બને તો લોકો મોબાઈલ પર શુટીંગ કરીને સોશ્યલ મિડીયા પર અપલોડ કરવામાં આગી જાય છે… પરંતુ ક્યાંક વિરૂબેન જેવા લોકો પણ છે કે જેઓ આવા ફૂલ જેવા બાળકને માતાનો પ્રેમ આપવા દોડી જાય છે… આવુ કદાચ એક માતા કે શિક્ષક જ કરી શકે…!
સમાજની ગતિવીધીઓ પણ કંઈક અલગ જ છે… કંઈ કેટલાય લોકો પોતાને બાળક થાય તે માટે જાત જાતની બાધા આખડી રાખતા હોય છે… અને ક્યાંક એવા પણ હોય છે કે પોતાની કોઈ મજબૂરી છુપાવવા આવા ફૂલ જેવા બાળકને રસ્તે રઝળતુ મુકીને જતા રહે છે…પણ વિરૂબેન જેવી માતાઓ છે ત્યાં સુધી આવા બાળકોને કંઈ નહી થાય…! ધન્ય છે આવી જનેતાઓને…!

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોપટપુરા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયો

ગોધરા, વિનોદ રાવલ,એબીએનએસ: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય અને…

પાટણમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, કોલેજ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ

રાધનપુર. અનિલ રામાનુજ. એબીએનએસ : પાટણવાસીઓ વહેલી સવારે હૂંફાળા પવન સાથે યોગમયી…

1 of 724

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *