લક્ષદીપના પ્રશાસક પ્રફુલ પટેલે જલીયાણ સદાવ્રતની મુલાકાત લીધી
અંબાજી.
બનાસકાંઠાના પ્રકૃતિમય વાતાવરણ વચ્ચે બિરાજમાન મા અંબાના ધામ અંબાજી ખાતે માઈભક્તોને નિ:શુલ્ક ભોજન પીરસવાની તક જય જલીયાણ ફાઉન્ડેશન સુપેરે નિભાવી રહ્યું છે. જેમાં માઈભક્તોને પીરસાતા ભોજન પ્રસાદની વ્યવસ્થા નિહાળવા માટે અનેક મહાનુભાવો આવી રહ્યા છે. દરમિયાન લક્ષદીપ ના પ્રશાસક અને ગુજરાતના પૂર્વ ગૃહ પ્રધાન શ્રી પ્રફુલ્લ પટેલ એ પણ ભાદરવી પૂનમના દિવસે જલીયાણ સદાવ્રતની મુલાકાત લીધી હતી. તેઓએ પીરસવા થી માંડીને ભોજનશાળામાં તૈયાર થતી રસોઈ અંગેની માહિતી મેળવી હતી અને સલાહ સૂચનો પણ આપ્યા હતા. જેમાં નિ:શુલ્ક ભોજન પ્રસાદ માટેની કામગીરી સંભાળતા ટ્રસ્ટીઓની સેવાભાવનાને તેઓએ બિરદાવી હતી. લોકડાઉન બાદ શરૂ થયેલ જલીયાણ સદાવ્રતમાં છેલ્લા ત્રણ માસમાં છ લાખ ત્રણ હજાર ત્રણસોહ પંચાનું માઇભકતો અને પદયાત્રીઓએ નિ:શુલ્ક ભોજનનો પ્રસાદનો લાભ લીધો છે. જ્યારે ભાદરવી પૂનમ ’21 ના દિવસો દરમિયાન જલીયાણ સદાવ્રતનો સમય રાત્રે 12 -30 કલાક સુધી લંબાવીને વધુને વધુ યાત્રીકો ને નિ:શુલ્ક ભોજન પ્રસાદ મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ પદયાત્રીઓને આરામ માટે ભોજનશાળા નીચે ગાદલાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
//જિલ્લા કલેક્ટરે વ્યવસ્થા નિહાળી// જલિયાણ સદાવ્રત ખાતે નિ:શુલ્ક ભોજન પ્રસાદની વ્યવસ્થા બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલ (આઈ એએસ) એ નીહાળી હતી. અને માઈભક્તોને પીરસાતું ભોજન તેમજ રસોડામાં તૈયાર થતી રસોઈ તેમજ સ્વચ્છતા વગેરેની વ્યવસ્થા ને જોઈને સંતોષ વ્યક્ત કર્યો હતો. આ સમયે તેમની સાથે બનાસકાંઠા અધિક નિવાસી કલેકટર શ્રી એ. ટી. પટેલ અને પાલનપુર પ્રાંત અધિકારી એસ. ડી. ગીલવા ઉપસ્થિત રહ્યા હતા.
પ્રહલાદ પૂજારી અંબાજી