Breaking NewsLatest

અંબાજી શહેર ભાજપ યુવા મોરચાનાં નવનિયુક્ત પ્રમુખ દિનેશ પુજારી નું બ્રહ્મ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું..

અંબાજી શહેર ભાજપ યુવા મોરચાનાં નવાં પ્રમુખ અને મહામંત્રી ની તાજેતરમાં જ વરણી થઈ છે, જેમાં પ્રમુખ તરીકે બ્રાહ્મણ સમાજ માં થી આવતાં દિનેશ પુજારી ની વરણી કરાતાં સમગ્ર બ્રાહ્મણ સમાજ માં હર્ષ અને ઉત્સાહ ની લાગણી ફેલાઈ છે, દિનેશ પુજારી પોતે બ્રહ્મ સમાજ નાં યુવા અગ્રણી અને સમસ્ત બ્રહ્મ સમાજ યુવા સંગઠન નાં મહામંત્રી તરીકે કાર્યરત છે, જેથી બ્રહ્મ સમાજ નાં યુવાનો માં આનંદ છવાયો છે…

દિનેશ પુજારી ની અંબાજી શહેર ભાજપા યુવા મોરચા નાં પ્રમુખ તરીકે વરણી થતાં બ્રહ્મ સમાજ નાં યુવાનો દ્વારા દિનેશ પુજારી નો સત્કાર સમારંભ આયોજિત કરવામાં આવ્યો હતો, અને સમારંભ માં દિનેશ પુજારી નું સાલ અને માતાજી ની ચૂંદડી ઓઢાડીને શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું..

સમારંભમાં પોતાનાં સંબોધન દરમિયાન દિનેશ પુજારી એ જણાવ્યું હતું કે, બ્રાહ્મણ સમાજ નું સમર્થન હમેશાં થી ભાજપને મળતું રહ્યુ છે, હવે જ્યારે એક બ્રાહ્મણ સમાજ નાં યુવાન ને ખભે ભાજપ યુવા મોરચાનો ભાર આવ્યો છે ત્યારે આપણે બધાં જ સાથે મળીને ખભે થી ખભા મીલાવીને કાર્ય કરીશું અને ભાજપનું યુવા સંગઠન અંબાજી માં મજબૂત કરીશું

જણાવી દઈએ કે અંબાજી માં સૌથી વધારે મતદારો બ્રાહ્મણ સમાજ નાં છે, જેથી આવનારી ચૂંટણી માં દિનેશ પુજારી ની વરણી નો લાભ ભાજપ ને ચોક્કસ ફળશે…

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

1 of 642

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *