કપિલ પટેલ દ્વારા અરવલ્લી અરવલ્લી જીલ્લામાં હાલ કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ત્યારે અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના. મોટા લાલપુર પ્રાથમિક શાળાના શિક્ષકોએ શાળામાં વિદ્યાર્થીઓને ઠંડી સામે રક્ષણ માટે સ્વેટર વિતરણ કરી એક અનોખો રાહ શિક્ષક આલમને ચિંધ્યો છે. *. અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા મોટા લાલપુર ગામમાં એક થી આઠ ધોરણની શાળા આવેલી છે. આ શાળામાં ભણવા આવતા વિદ્યાર્થીઓ માટે શાળાના શિક્ષકોને એક સુંદર વિચાર આવ્યો કે, આપણી શાળાના વિદ્યાર્થીઓને સ્વેટર વિતરણ કરીએ જેથી શાળાના આચાર્ય પ્રજાપતિ મુકેશભાઈ ડી. તથા શિક્ષકો પટેલ નિરાલીબેન વિનોદચંદ્ર, પટેલ રાજેશકુમાર. એમ., પ્રજાપતિ નિતાબેન પી., ડામોર ભરતભાઈ જે., પટેલ કિંજલબેન જે., ખાંટ કોદરીબેન ડી. વિગેરે મોટા લાલપુર શાળાના 151 વિધ્યાર્થીઓને સ્વેટર વિતરણ કરી એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. મોટા લાલપુર શાળાના શિક્ષકોના આ ઉદાહરણ રૂપ કાર્ય અને પોતાની શાળાના વિદ્યાર્થીઓના આરોગ્ય માટે ચિંતિત એવા શિક્ષકોના સારા અભિગમ બદલ મોટા લાલપુર ગામના નાગરિકો અને એસ એમ સી કમિટીના સભ્યોએ શિક્ષકોને અભિનંદન પાઠવી આનંદની લાગણી વ્યકત કરી હતી
અરવલ્લીઃબાયડના મોટા લાલપુર પ્રાથમિક શાળાના શિક્ષકોએ શાળામાં વિદ્યાર્થીઓને સ્વખર્ચે સ્વેટર વિતરણ કર્યું….
Related Posts
રાધનપુર શહેરમાં સાફ સફાઇ નો અભાવ, પાલિકાની સફાઈ કામથી લાટી બજારના વેપારીઓ નારાજ…
એબીએનએસ, રાધનપુર :. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે નગર પાલિકા ની નિષ્ક્રિય કામગીરી…
બંધારણ દિવસ અને રાષ્ટ્રીય અખંડતાના શપથ લેવડાવતા રાજ્યપાલ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બંધારણ દિવસ; 26 નવેમ્બરના…
વર્લ્ડ હેરીટેજ વીક – ૨૦૨૪ કચ્છ નહિ દેખા,તો કુછ નહિ દેખા; કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ – ધોળાવીરા
ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં તા. ૧૯…
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ
અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલમાં પેઇનલેસ પથરી ની સારવાર ઉપલબ્ધ થઈ છે…
હારીજ નગરપાલિકાની ઘોર બેદરકારી સામે ધુણીયા વિસ્તારના સ્થાનિકોમાં ભારે રોષ.
એબીએનએસ, રાધનપુર : પાટણ જિલ્લાના હારીજ ખાતે ધુણીયા વિસ્તારમાં ઉભરાતી ભૂગર્ભ…
જામનગર રેડક્રોસ સોસાયટી ખાતે પત્રકારો માટે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું
જામનગર, સંજીવ રાજપૂત: જામનગર જિલ્લાના પત્રકારો માટે રેડક્રોસ સોસાયટી અને માહિતી…
ભારતીય સેનાએ બહુવિધ એજન્સી આપદા રાહત કવાયત ‘સંયુક્ત વિમોચન 2024’ ને જોશભેર સંપન્ન કરી
અમદાવાદ, સંજીવ રાજપૂત: ભારતીય સેનાએ 18 અને 19 નવેમ્બર 2024ના રોજ અમદાવાદ તેમજ…
જામનગર પોલીસનો પ્રશંસનીય પ્રયાસ: પોલીસ, ફોરેસ્ટ સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં યુવાઓ માટે પોલીસ હેડક્વાર્ટર ખાતે મળશે બહુવિધ સુવીધાઓ
જામનગર, સંજીવ રાજપૂત: પોલીસ, ફોરેસ્ટ, આર્મી, પેરા મિલિટરી ફોર્સ સહિતની…
દેવભૂમિ દ્વારકા જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક કલેક્ટરના અઘ્યક્ષસ્થાને યોજાઈ
દેવભુમિ દ્વારકા, સંજીવ રાજપૂત: દેવભૂમિ દ્વારકા જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની…
માનસિક દિવ્યાંગ મહિલાનું પરિવાર સાથે પુન:મિલન કરાવતું સખી વન સ્ટોપ સેન્ટર
અમદાવાદ, સંજીવ રાજપૂત: મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર પુરસ્કૃત મહિલા…