Breaking NewsLatest

આર્સેલર મિતલ નિપોન સ્ટીલ ઇન્ડીયા લિમિટેડ ગુજરાતમાં વિવિધ ૬ પ્રોજેક્ટસમાં રૂ. ૧ લાખ ૬૬ હજાર કરોડનું સૂચિત રોકાણ કરશે

૧૦મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦રર અન્વયે  રાજ્ય સરકાર સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં MoU કર્યા :-

અંદાજે ૧.૮૦ લાખ જેટલા પ્રત્યક્ષ-પરોક્ષ રોજગાર અવસરો મળતા થશે
કપીલ પટેલ દ્વારા અરવલ્લી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં ગાંધીનગર ખાતે આર્સેલર મિતલ નિપોન સ્ટીલ ઇન્ડીયા લિમીટેડે રાજ્યમાં વિવિધ ૬ પ્રોજેક્ટસમાં રૂ. ૧ લાખ ૬૬ હજાર કરોડના સૂચિત રોકાણોના MoU સંપન્ન કર્યા હતા
.
૧૦મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦રર અંતર્ગત ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ અને આર્સેલર મિતલ નિપોન સ્ટીલ ઇન્ડીયા લિમીટેડ વચ્ચે થયેલા આ MoU પર ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી ડૉ. રાજીવકુમાર ગુપ્તા તથા આર્સેલર મિતલ નિપોન સ્ટીલ ઇન્ડીયા વતી સી.ઇ.ઓ શ્રી દિલીપ ઓમેને હસ્તાક્ષર કર્યા હતા.


આ MoU અનુસાર આર્સેલર મિતલ નિપોન સ્ટીલ ઇન્ડીયા લિમીટેડ દ્વારા જે ૬ સૂચિત પ્રોજેક્ટસમાં રોકાણ થવાનું છે તેમાં હઝિરા ખાતેની હયાત કેપ્ટીવ જેટીના એક્સપાન્શન અને મોર્ડનાઇઝેશન માટે રૂ. ૪ર૦૦ કરોડ, હાલના 8.6 MMTPAના સ્ટીલ મેન્યૂફેકચરીંગ પ્લાન્ટની ક્ષમતા વધારીને 18 MMTPA કરવા માટેના રૂ. ૪પ હજાર કરોડ, સુરતના સુવાલી ખાતે ગ્રીન સ્ટીલ પ્લાન્ટને કેપ્ટીવ પોર્ટ કેપેસીટી સાથેના એક્સપાન્શન માટે રૂ. ૩૦ હજાર કરોડ તથા કીડીઆબેટ  સુરતમાં સ્ટીલ સિટી અને ઇન્ડસ્ટ્રીયલ કલસ્ટર માટે રૂ. ૩૦ હજાર કરોડના રોકાણોનો સમાવેશ થાય છે


એટલું જ નહિ, રાજ્યમાં વિવિધ સ્થળોએ કુલ ૧૦ ગીગાવોટ રિન્યુએબલ પાવર જનરેશન પ્લાન્ટ અંદાજે રૂ. ૪૦ હજાર કરોડના રોકાણ સાથે આર્સેલર મિતલ નિપોન સ્ટીલ દ્વારા ઉભા કરાશે. જેમાં હાઇબ્રીડ, સોલાર અને વિન્ડ એનર્જી ત્રણેયનો સમાવેશ થવાનો છે. આ પ્લાન્ટસ પૈકી પ્રથમ તબક્કામાં ભાવનગર જિલ્લાના કાળાતળાવ ખાતે રર૦૦ મેગાવોટના પ્લાન્ટ માટે પણ આ  MoU થયા છે


સુરતના હઝિરામાં અન્ય એક ડાઉન સ્ટ્રીમ, કોક ઓવન પ્રોજેક્ટસમાં પણ રૂ. ૧૭ હજાર કરોડનું રોકાણ આર્સેલર મિતલ નિપોન  સ્ટીલ ઇન્ડીયા દ્વારા થવાનું છે.
આ બધાજ પ્લાન્ટમાં કુલ મળીને અંદાજે ૧ લાખ ૮૦ હજારથી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર અવસર પણ પ્રાપ્ત થશે.
ગુજરાત સરકાર આ પ્રોજેક્ટસ સમયસર શરૂ થાય તે માટે લેવાની થતી નિયમાનુસારની જરૂરી પરવાનગીઓ અને અન્ય જરૂરી બાબતો માટે વર્તમાન પોલિસીઝ અને નિયમોને આધિન રહીને આર્સેલર મિતલને સહયોગ કરશે.


મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતીમાં યોજાયેલા આ MoU સાઇનીંગ અવસરે મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, ઉદ્યોગ કમિશનર શ્રી રાહુલ ગુપ્તા તથા આર્સેલર મિતલના વરિષ્ઠ પ્રતિનિધિઓ પણ જોડાયા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 641

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *