ગુજરાત આહિર સમાજ દ્વારા આહિર સમાજની પરંપરા અને ઉજળા ઇતિહાસને ઉજાગર કરતી “આહિર ફેમ 2022″નું આયોજન કરાયું છે જેમાં આહિર સમાજના દીકરા-દીકરીઓ ભાગ લઈ શકશે આ સ્પર્ધામાં વિજેતાઓને મિસ્ટર આહીર,મિસ આહીર,મિસિસ આહીર તેમજ મિસ્ટર એન્ડ મિસિસ આહીરના ટેગ આપવામાં આવશે
આ સ્પર્ધામાં આહિર સમાજના પરંપરાગત વસ્ત્રો પહેરીને રેમ્પ વોક કરતાં જોવા મળશે જેનું ઓડિશન શરૂ થઈ ગયું છે પ્રથમ રાઉન્ડની શરુઆત કચ્છના અંજારથી છે કચ્છ,(મહુવા ભાવનગર) અને સુરતમાં પ્રથમ રાઉન્ડ થઇ ગયો છે અને આગામી સમયમાં હવે તાલાળા,જૂનાગઢ,રાજકોટ,અને દેવભૂમિ દ્વારકામાં ઓડિશન થવા જઈ રહ્યું છે જેમાં જૂનાગઢમાં આહિર સમાજ વૈચારિક ક્રાંતિ ગૃપ દ્વારા આગામી 25 સપ્ટેમ્બર એટલે કે શનિવાર અને 26 સપ્ટેમ્બર એટલે કે રવિવારે સવારે 9:30 કલાકે આહિર સમાજના યુવક-યુવતીઓ ઓડિશન આપી શકશે. જૂનાગઢમાં દાદુભાઈ કનારા મીનરાજ શૈક્ષણિક સંકુલ, ભવનાથ ખાતે ઓડિશનનું આયોજન કરાયું છે
આહિર સમાજની સંસ્કૃતિ, રહેણી કરણી,ભવ્ય વારસો, આહીર સમાજનો પરંપરાગત પહેરવેશ આ તમામ બાબતોને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચાડવા માટેનો આ સમગ્ર આયોજનનો હેતું છે જેના માટે ગુજરાત આહિર સમાજ યુવક-યુવતીઓને પ્લેટફોર્મ પુરૂ પાડ્યુ છે દાવો છે કે,ભારતીય પ્રાચીન સંસ્કૃતિ સાથે આવા પ્રકારની સ્પર્ધા ગુજરાતમાં પ્રથમવાર યોજાઈ રહી છે
આયોજકોનું કહેવું છે કે,યદુવંશી ક્ષત્રિય આહિર સમુદાયનો અતિ પ્રાચીન અને ભવ્ય ઇતિહાસ રહેલો છે. ભાગવત ગીતા અનુસાર ભગવાન કૃષ્ણનું પણ પાલન પોષણ આહિરોને ત્યાં થયું હતું અને અહિરો ભગવાન શ્રી કૃષ્ણના વંશજ તરીકે પણ ઓળખાય છે માન,મર્યાદા,મોભો અને બલિદાન આહિર સમાજની એક આગવી ઓળખ રહી છે અને એટલે જ આશરો તો આહિરનો કહેવાય છે
ગુજરાતમાં આહીરોની ઘણી વસ્તી છે ગુજરાતમાં આહીરોની મુખ્ય ઓળખ જાતિઓ છે વાગડીયા,પરથારિયા,પંચોળી, મચ્છોયા,બોરીચા અને સોરઠિયા અને જુદા જુદા પ્રાંતમાં વસેલા આહિર સમુદાયનો પરંપરાગત પહેરવેશ, અને સાંસ્કૃતિક વારસો રહેલો છે જે આ આયોજન દરમિયાન જોવા મળશે હાલ આ આયોજનમાં અલગ અલગ જિલ્લાઓમાં અનેક સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે આગામી સમયમાં ઓડિશન રાઉન્ડ બાદ સ્પર્ધકો અંગેની વધુ માહિતી મળશે
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા